શોધખોળ કરો

હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનારને અનુસૂચિત જાતિનો દરજ્જો નહીં મળે: સુપ્રીમ કોર્ટ   

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ કે બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈ ધર્મનો સ્વીકાર કરનાર કોઈપણ વ્યક્તિને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો સંપૂર્ણપણે ગુમાવે છે. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપ્યું હતું,  જેમાં કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને ખ્રિસ્તી ધર્મ અનુસાર જીવન જીવે છે તો તેને અનુસૂચિત જાતિના વ્યક્તિ ગણી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને અનુસૂચિત જાતિનો સદસ્ય ગણી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણીય આદેશ, 1950 સ્પષ્ટપણે જણાવે છે કે કલમ 3 માં ઉલ્લેખિત ધર્મ સિવાયના કોઈપણ ધર્મમાં ધર્માંતરણ કરવાથી જન્મને ધ્યાનમાં લીધા વિના, અનુસૂચિત જાતિનો દરજ્જો તાત્કાલિક સમાપ્ત થઈ જાય છે.

આ ચુકાદો એક એવા વ્યક્તિના કિસ્સામાં આપવામાં આવ્યો હતો જેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો અને હવે પાદરી તરીકે કામ કરી રહ્યો હતો પરંતુ તેણે SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ચોક્કસ વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરનાર વ્યક્તિએ SC/ST કાયદા હેઠળ રક્ષણની માંગ કરી હતી. જો કે, જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમણે તેને પડકાર્યો હતો અને દાવો કર્યો હતો કે પીડિતે  ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

ખ્રિસ્તી ધર્મમાં  ધર્મપરિવર્તનથી અનુસૂચિત જાતીનો દરજ્જો ખતમ થશે

એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે વ્યક્તિ હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરે છે તેને અનુસૂચિત જાતિ (SC) નો સભ્ય ગણી શકાય નહીં અને SC/ST અધિનિયમ, 1989 હેઠળ રક્ષણનો દાવો કરી શકાતો નથી. ન્યાયાધીશ પીકે મિશ્રા અને એવી અંજારિયાની બેન્ચે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન થઈ છે અને સક્રિય રીતે તેનું પાલન કરે છે તે અનુસૂચિત જાતિ સમુદાયનો સભ્ય રહી શકતો નથી. સુપ્રીમ કોર્ટે મે 2025 ના આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના નિર્ણય સામે પાદરી ચિંથદા આનંદ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર આ ચુકાદો આપ્યો હતો.

ધર્માંતરણ પછી અનુસૂચિત જાતિનો દરજ્જો સમાપ્ત થશે

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ હિન્દુ ધર્મ, શીખ ધર્મ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મ અપનાવે  છે તેને અનુસૂચિત જાતિનો સભ્ય ગણી શકાય નહીં. બેન્ચે સ્પષ્ટ કર્યું કે અન્ય ધર્મમાં પરિવર્તન કરવાથી અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવવો પડે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
લગ્ન પછી કે અપરિણીત લોકો પોતાનું અલગ રેશનકાર્ડ ક્યારે બનાવી શકે? જાણો તમામ નિયમો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત
જમ્મુ-કાશ્મીરના કઠુઆ રેલવે સ્ટેશનનું બદલાયું નામ, કેન્દ્ર સરકારે કરી સત્તાવાર જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget