શોધખોળ કરો
Advertisement
લંડન બ્રિજ પર આતંકી હુમલો, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો
બ્રિટનના ટોચના કાઉન્ટર ટેરરિઝમ ઓફિસરે કહ્યું કે, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. આ એક આતંકી હુમલો છે
નવી દિલ્હીઃ બ્રિટનના જાણીતા લંડન બ્રિજ પાસે શુક્રવાર બપોરે ચાકૂથી હુમલો કરવામાં આવ્યો છે. ઘટના બાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. જોકે, પોલીસે ઘટનાસ્થળ પર જ હુમલાખોરને ઠાર માર્યો હતો. બ્રિટનના ટોચના કાઉન્ટર ટેરરિઝમ ઓફિસરે કહ્યું કે, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો હતો. આ એક આતંકી હુમલો છે. બીજી તરફ બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસનું કહેવું છે કે લંડન બ્રિજ સ્ટેશનને બંધ કરી દેવાયું છે અને કોઇ ટ્રેન ત્યાં રોકાશે નહીં.
લંડન પોલીસે આ હુમલાને લઇને કહ્યું કે, સ્થાનિક સમયાનુસાર શુક્રવાર બપોરે બે વાગ્યા નજીક બ્રિજ પાસે ચાકૂ વડે હુમલાની જાણકારી મળી હતી. પોલીસના કહેવા અનુસાર આ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે એક વ્યક્તિને મારી છે. પોલીસે કહ્યું કે ઘટનાનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હુમલા બાદ મેટ્રોપોલિટન પોલીસે ટ્વિટ કરી પ્રજા અને મીડિયાને વિનંતી કરી છે કે તે ઘટનાસ્થળ સંબંધિત કોઇ પણ ચિત્ર અથવા ફૂટેજ મોકલવામાં અમારી મદદ કરી શકો છો.#UPDATE London Metropolitan Police: At this stage, the circumstances relating to the incident at #LondonBridge remain unclear. However, as a precaution, we are currently responding to this incident as though it is terror-related. One man has been shot by police. https://t.co/t9NBodkOC3
— ANI (@ANI) November 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement