Karnataka New CM: 'મમતા બેનર્જી, શરદ પવાર, નીતિશ કુમાર અને...', કર્ણાટકના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતાઓને મળ્યું આમંત્રણ
કોંગ્રેસ કર્ણાટકમાં તેની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અગ્રણી નેતાઓને આમંત્રિત કરીને વિપક્ષી એકતાનો સંદેશ મોકલવાની તૈયારી કરી રહી છે.
Karnataka CM Oath Ceremony: કોંગ્રેસ કર્ણાટકમાં તેની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અગ્રણી નેતાઓને આમંત્રિત કરીને વિપક્ષી એકતાનો સંદેશ મોકલવાની તૈયારી કરી રહી છે. પાર્ટીએ આ સમારોહ માટે તેના મુખ્ય નેતાઓ, મુખ્યમંત્રીઓ તેમજ અનેક વિરોધ પક્ષોને આમંત્રણ મોકલ્યા છે. કોંગ્રેસે કર્ણાટકના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને આમંત્રણ આપ્યું છે.
#KarnatakaCM swearing-in ceremony | Karnataka Congress has extended invitations to Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi Vadra.
— ANI (@ANI) May 18, 2023
Chhattisgarh CM Bhupesh Baghel, Rajasthan CM Ashok Gehlot, Himachal Pradesh Sukhvinder Singh Sukhu, Jharkhand CM Hemant Soren, Tamil Nadu CM… pic.twitter.com/5vmBRa3YMj
આ સિવાય કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બોલાવવામાં આવ્યા છે. જેમાં છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સુખવિંદર સિંહ સુખુને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસના ઝારખંડના સીએમ હેમંત સોરેન, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન, પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, એસપી ચીફ અખિલેશ યાદવ, એનસીપી ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, બિહારના સીએમ નીતીશ કુમાર, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, એનસી ચીફ ફારૂક અબ્દુલ્લાએ આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવીન પટનાયકની બીજેડી અને કેસીઆરની બીઆરએસને આમંત્રિત કરવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટી અને બસપાને લઇને હજુ વિચારણા કરવામાં આવી રહી છે. અન્ય તમામ વિરોધ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત કરતા કર્ણાટકના કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે અમારા તમામ સહયોગીઓને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવામાં આવશે. જે લોકો લોકશાહી માટે લડવા અને બંધારણ બચાવવા માંગતા હોય તેઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
સિદ્ધારમૈયા 20 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે ડીકે શિવકુમાર પણ શપથ લેશે, જે આ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હશે. અન્ય ઘણા મંત્રીઓ પણ શપથ લઈ શકે છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે શપથ ગ્રહણ સમારોહ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોના નેતાઓને આમંત્રણ આપ્યું છે. શપથ ગ્રહણ પ્રસંગે કોંગ્રેસ વિપક્ષી એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. ગુરુવારે (મે 18), કોંગ્રેસ દ્વારા કર્ણાટકમાં સરકારની રચના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી પદ માટે ડીકે શિવકુમારના નામની જાહેરાત કરી છે. કર્ણાટક કેબિનેટના સંભવિત મંત્રીઓની યાદી પણ બહાર આવી છે