શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

T20 World Cup, IND vs PAK : મોદીના વિરોધી આ મુસ્લિમ નેતાએ ભારત-પાકિસ્તાન ટી-20 રદ્દ કરવાની માંગ કરી, જાણો શું કહ્યું

IND vs PAK: ભારત અને પાક.ની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાક મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે.

T20 World Cup, IND vs PAK : ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા  મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. આ દરમિયાન કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. મોદી સરકારના દિગ્ગજ મંત્રી ગિરિરાજ સિંહ, બિહારની ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ બાદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મેચનો વિરોધ કર્યો છે.

શું કહ્યું ઓવૈસીએ

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, એઆઈએમઆઈએમના પ્રમુખ ઓવૈસીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દેશના 9 સૈનિકો શહીદ થયા છે અને 24 મી તારીખે ભારત-પાકિસ્તાન ટી-20 મેચ યોજાશે. તેમણે કહ્યું કે શું PM મોદીએ નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. પરંતુ હવે જ્યારે 9 સૈનિકો શહીદ થઈ ગયા તો પણ તમે ટી-20 રમશો.. જે બાદ તેમણે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવને લઈ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું પ્રધાનમંત્રી મોદી પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવની સાથે ચીનને લઈ કંઈ બોલતા નથી. પીએમ ડરે છે એટલે તે કંઈ બોલતા નથી.

મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહે શું કહ્યું હતું

ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું, જ્યારે બંને દેશો વચ્ચે સંબંધો સારા ન હોય ત્યારે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. જોધપુરમાં જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શ્રદ્ધાંજલિ સભામાંથી નીકળ્યા બાદ તેમણે કહ્યું, કોંગ્રેસ બેવડા વલણની રાજનીતિ કરી રહી છે. આગામી સમયમાં કોંગ્રેસનું નિશાન આ ધરતી પરથી સાફ થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈ ટી20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈ તેમણે કહ્યું, પાકિસ્તાન સાથે સંબંધો સારા નથી ત્યારે મેચ પર પુનર્વિચાર કરવો જોઈએ.

ત્રણ દાયકાથી વર્લ્ડકપમાં ભારતને નથી હરાવી શક્યું પાકિસ્તાન

પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.

ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર

આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ

આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.

આ પણ વાંચોઃ IND vs PAK: ક્રિકેટના મેદાન પર ભારત-પાકિસ્તાનના ખેલાડીઓના આ વિવાદ છે ઘણા જાણીતા, જાણો વિગત

ટી-20 વર્લ્ડકપની રવિવારે રમાનારી ભારત-પાકિસ્તાન મેચ રદ થઈ જશે ? જાણો મોદી સરકારના દિગ્ગજ મંત્રીએ શું કહ્યું ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Leader Attack :  શું નરેશ પટેલે કરાવ્યો જયંતિ સરધારા પર હુમલો? ખોડલધામ પ્રવક્તાએ શું કર્યો ખુલાસો?Patidar News : સરદાર ધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચારValsad Rape With Murder Case : વલસાડમાં યુવતીની બળાત્કાર બાદ હત્યા કરનાર નીકળ્યો સિરિયલ કિલરClashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ,  આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
ખ્યાતિ હોસ્પિટલકાંડને લઈને સૌથી મોટા અપડેટ્સ, આણંદ પાસેના એક ફાર્મમાંથી ઝડપાયા પાંચ આરોપી
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
Cyclone Alert: તમિલનાડુમાં તોફાનનો ખતરો! પવનની સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે શું આપ્યું અપડેટ?
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
'હુમલા કરનારા આઝાદ, હક માંગનારા...', ચિન્મય પ્રભુની ધરપકડ પર વિદેશ મંત્રાલયનું નિવેદન
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
શું શિયાળામાં વધુ આવે છે હાર્ટ અટેક, જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
International Emmy Awards: બેસ્ટ ડ્રામા એવોર્ડ જીતવાથી ચૂકી 'ધ નાઇટ મેનેજર', વીર દાસે સેરેમની કરી હોસ્ટ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
Embed widget