શોધખોળ કરો
Advertisement
તબ્લીગી જમાતે દેશમાં વધાર્યો કોરોનાનો ગ્રાફ, અત્યાર સુધી 647 મરકજમાં સામેલ થયેલા લોકો કોવિડ-19 પોઝિટિવ
અત્યાર સુધીમાં દેશમાં કુલ 3000થી વધારે લોકો કોરોનાથી પોઝિટિવ મળ્યા છે જેમાંથી 647 લોકો છે જે તબ્લીગી જમાતના મરકજમાં સામેલ થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી લડી રહેલા દેશ માટે સૌથી મોટી ચિંતા તબ્લીગી જમાતમાં સામેલ લોકો બન્યા છે. સતત તબ્લીગી જમાતના લોકોને કોરોના પોઝિટિવ નિકળતા દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3000થી વધારે લોકો કોરોનાથી પોઝિટિવ મળ્યા છે જેમાંથી 647 લોકો છે જે તબ્લીગી જમાતના મરકજમાં સામેલ થયા છે.
તબ્લીગી જમાતનના કેટલાક લોકો દ્વારા નર્સ સાથે અભદ્ર વર્તનને લઈને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સખ્ત જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે 'આ લોકો માનવતાના દુશ્મન છે અને તેમની સામે રાસૂકા લગાવવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું, આ લોકો ન કાયદાને માનશે, ન વ્યવસ્થાને માનશે, આ માનવતાના દુશ્મન છે. જે એમણે મહિલા સ્વાસ્થ્યકર્મીઓ સાથે કર્યું છે, તે જધન્ય ગુનો છે. તેના પર રાસુકા લગાવવામાં આવી રહી છે. અમે તેને છોડશું નહી.'
ઉલ્લેખનીય છે કે ગાજિયાબાદની એક હોસ્પિટલમાં જમાનતના લોકોએ આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમનું વર્તન સામાન્ય નથી બતાવવામાં આવ્યું. જમાતી દર્દીઓ પર આરોપ છે કે તેમને ત્યાં સ્ટાફ નર્સ સામે અશ્લીલ ગીતો સાંભળ્યા અને ખરાબ-ખરાબ ઈશારા કરતા રહ્યા. એટલું જ નહી ડૉક્ટર અને નર્સ પાસે તે લોકો બીડી અને સીગારેટની માંગ કરી રહ્યા હતા. હવે તેમની સારવાર માત્ર પુરૂષ કર્મચારી કરશે અને તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.
દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં તબ્લીગી જમાતનો મામલો સામે આવ્યા બાદ કેન્દ્રી ગૃહમંત્રાલયે કડક પગલા ઉઠાવ્યા છે. વીઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 960 વિદેશીઓને બ્લેક લિસ્ટ કરી દીધાં છે. તેની સાથે તેમના ભારતીય વીઝા પણ રદ કરી દીધાં છે. આ સિવાય આ તમામ લોકો વિરુદ્ધ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion