(Source: ECI/ABP News/ABP Majha)
Dog Temple: 82 વર્ષના બુઢ્ઢાને કૂતરા સાથે થઈ ગયો એટલો પ્રેમ કે મોત બાદ બનાવ્યું મંદિર, દરરોજ થાય છે પૂજા
તમિલનાડુના 82 વર્ષીય મુથુએ પોતાના પાલતુ કૂતરાની યાદમાં આ મંદિર બનાવ્યું છે. મુથુ સરકારી કર્મચારી હતા અને હાલ નિવૃત છે.
Dog’s Temple: વિચિત્ર દુનિયામાં લોકોને વિચિત્ર શોખ હોય છે. તેમને પૂરા કરવા તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. ભારતમાં કૂતરા પ્રત્યે પ્રેમ બતાવવા એક વ્યક્તિએ તેનું મંદિર બનાવ્યું છે. સાંભળવામાં અજીબ લાગશે પણ આ સત્ય છે. તમિલનાડુમાં એક 82 વર્ષીય વ્યક્તિનો તેના પાલતુ કૂતરા પ્રત્યે એટલો પ્રેમ વધી ગયો કે તેના મૃત્યુ બાદ મંદિર બનાવ્યું. આ મંદિરમાં કોઈ દેવી-દેવતાની નહીં પણ તેમના પાળેલા કૂતરાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ત્યારે લોકોને આશ્ચર્ય થયું.
ટોમનું મંદિર શિવગંગામાં છે
તમિલનાડુના 82 વર્ષીય મુથુએ પોતાના પાલતુ કૂતરાની યાદમાં આ મંદિર બનાવ્યું છે. મુથુ સરકારી કર્મચારી હતા અને હાલ નિવૃત છે. તેણે શિવગંગા જિલ્લામાં મનમદુરાઈ પાસે પોતાના કૂતરા ટોમની યાદમાં મંદિર બનાવ્યું છે.
80 હજારના ખર્ચે મંદિર બનાવ્યું
મુથુએ શિવગંગા જિલ્લામાં મનમાદુરાઈ નજીક બ્રહ્માકુરિચી ખાતે ટોમને અંતિમ વિદાય આપી. બાદમાં મથુને બ્રાહ્મણકુરિચી સ્થિત તેમના ખેતરમાં ટોમ માટે મંદિર બંધાવ્યું. મુથુએ ટોમ સાથે વિતાવેલી પળોને હંમેશા યાદ રાખવા માટે એક અનોખો અભિગમ અપનાવ્યો. તેઓએ ટોમનું મંદિર બનાવવાનું નક્કી કર્યું. ટોમની મૂર્તિ માટે 80,000 રૂપિયા ખર્ચ્યા. આ મૂર્તિ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સ્થાપિત કરવામાં આવી હતી.
2010માં થઈ હતી ટોમ સાથે મિત્રતા
11 વર્ષ પહેલા મુથુની ટોમ સાથે મિત્રતા થઈ હતી. ટોમ એક લેબ્રાડોર કૂતરાની જાતિનો હતો. મુથુના ભત્રીજા મનોજ કુમારનું કહેવું છે કે ટોમને મારા ભાઈ અરુણ કુમારે 11 વર્ષ પહેલા ખરીદ્યો હતો. પરંતુ અમે તેને અમારી સાથે રાખી શક્યા નહીં. તેથી અમે તેને છ મહિના પછી મારા કાકાને સોંપી દીધું.
ટોમના નિધનથી પરિવારને લાગ્યો આઘાત
ટોમના ગયા પછી પરિવારને આઘાત લાગ્યો હતો.મુથુના ભત્રીજા મનોજ કહે છે કે ટોમ હંમેશા તેનો સાથી હતો. બંનેએ એકબીજા પર પ્રેમ વરસાવ્યો. ટોમને તેનાથી કોઈ અલગ કરી શક્યું નહીં. પરંતુ ટોમ તેની માંદગીને કારણે બધાને અલવિદા કહીને ચાલ્યો ગયો. ટોમ ગયા વર્ષે બીમાર પડ્યો હતો. સારવાર છતાં તેમની તબિયત સુધરી શકી ન હતી. જાન્યુઆરી 2021 માં, ટોમે મુથુ અને તેના પરિવાર સાથે અલગ થઈ ગયા. ટોમના નિધન પછી આખો પરિવાર આઘાતમાં હતો.
મંદિરમાં મળે છે મનપસંદ ભોજન
ટોમના મંદિરમાં આરસની પ્રતિમા લાગેલી છે. તેના પર રોજ ભોગ લગાવાય છે. મંદિર બધા માટે ખૂલ્લું રહે છે. પ્રતિમા પર ટોમની પસંદગીનું ભોજન ચઢાવા તરીકે પીરસવામાં આવે છે.
This marble statue has been made at a cost of Rs 80,000. We are planning to build a temple for the dog in the future. We offer food and garland the statue during auspicious days and every Friday: Manoj Kumar, son of Muthu pic.twitter.com/OoRNmicRmQ
— ANI (@ANI) April 5, 2022