શોધખોળ કરો
Coronavirus: તમિલનાડુમાં એક દિવસમાં 805 કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 17 હજારને પાર
તમિલનાડુમાં એક દિવસમાં સૌથી વધુ 805 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ સાતે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે.

ચેન્નઈ: તમિલનાડુમાં એક દિવસમાં સૌથી વધુ 805 કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે. આ સાતે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 17 હજારને પાર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ સાત લોકોના મોત થયા છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી સી વિજય ભાસ્કરે જણાવ્યું કે નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 17,082 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે વધુ સાત લોકોના મોત થવાના કારણે તમિલનાડુમાં સંક્રમણથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 118 પર પહોંચી છે. મંત્રીએ કહ્યું હાલ ચેન્નઈમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે સોમવારે સામે આવેલા નવા કેસમાં 549 એકલા ચેન્નઈના કેસ છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં 407 લોકોને સારવાર બાર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં પરિસ્થિતી ગંભીર છે. સોમવારે કોવિડ-19ના 2436 નવા કેસ નોંધાયા છે. સોમવારે વધુ 60 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જ્યારે 1186 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 52667 પર પહોંચી છે જેમાં 1695 અને 15786 ડિસ્ચાર્જ સામેલ છે. મહારાષ્ટ્ર ભારતમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે.
વધુ વાંચો





















