શોધખોળ કરો

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલ અંગે BJPના સહયોગી પક્ષ TDPના ઉપાધ્યક્ષ નવાબ જાને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ.

Waqf Amendment Bill: વક્ફ સંશોધન બિલને લઈને દેશભરમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. કેટલાક રાજકીય પક્ષો આને મુસ્લિમો માટે સારું ગણાવી રહ્યા છે તો કેટલાક એનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન, BJPના નેતૃત્વવાળા NDAના ઘટક પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP)એ BJPની ટેન્શન વધારી દીધુ છે.

ન્યૂઝ એજન્સી 'IANS'ના રિપોર્ટ મુજબ, TDPના ઉપાધ્યક્ષ નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ રવિવારે વક્ફ સંશોધન બિલને લઈને ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ બિલ મુસ્લિમોના દિલમાં દર્દ પેદા કરી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુના કહેવા પર જ વક્ફ સંશોધન બિલ માટે જોઈન્ટ પાર્લિયામેન્ટરી કમિટી (JPC)ની રચના કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ અનુસાર આ બિલ અંગે બધાનો અભિપ્રાય લેવો જોઈએ. આખા દેશમાં આ મુદ્દા પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે અને ચંદ્રબાબુ નાયડુએ બધાને સર્વે કરવાની વિનંતી કરી છે. એ જરૂરી છે કે આ વિષય પર બધા પક્ષોની વાત સાંભળવામાં આવે.

સેક્યુલર વિચારધારા ધરાવે છે ચંદ્રબાબુ નાયડુ

આ પહેલા, નવાબ જાન ઉર્ફે અમીર બાબુએ કહ્યું હતું કે વક્ફ સંશોધન બિલને નિષ્ફળ બનાવવા માટે આપણે આગળ વધવું પડશે. ભારતની બદનસીબી છે કે છેલ્લા 10-12 વર્ષોમાં અહીં એવી ઘટનાઓ બની, જે નહોતી થવી જોઈતી. આપણા ચંદ્રબાબુ નાયડુ એક સેક્યુલર વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તેઓ હિન્દુ અને મુસ્લિમને એક જ નજરે જુએ છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જે ધર્મનું જે બોર્ડ હોય, તેમાં તે જ ધર્મના લોકો હોવા જોઈએ. અમે આ વક્ફ સંશોધન બિલને લાગુ નહીં થવા દઈએ.

કોંગ્રેસ સહિત ઘણા પક્ષોએ બિલનો વિરોધ કર્યો

વક્ફ સંશોધન બિલને લોકસભામાં સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રજૂ કર્યું હતું. આ બિલ રજૂ થતાં કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો. બિલમાં સંશોધન વિધેયક માટે BJP સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વમાં JPCની રચના કરવામાં આવી છે.

જેપીસી નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર કરશે અને તેને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરશે. આ પહેલા વકફ પરની સંયુક્ત સંસદીય સમિતિ એક સપ્તાહમાં 5 રાજ્યોની મુલાકાત લેશે અને હિતધારકો સાથે બેઠક કરશે. વકફ સુધારા બિલ 2024 પર જાહેર પરામર્શ માટે સમિતિની આ છેલ્લી મુલાકાત હશે. આ કારણે સમિતિ 9 નવેમ્બરથી આસામનો પ્રવાસ શરૂ કરશે. આ પછી સમિતિ 11મી નવેમ્બરે ઓડિશાની મુલાકાત લેશે. ત્યારબાદ તે કોલકાતા, પટના અને લખનૌની મુલાકાત લેશે.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે લીવર ફેટી થઈ રહ્યું છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget