શોધખોળ કરો

Teachers Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 46 શિક્ષકોને આપશે રાષ્ટ્રીય પુરસ્કાર, વડાપ્રધાન સાંજે કરશે વાત

શિક્ષક દિવસના વિશેષ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે 10:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં 46 શિક્ષકોને 2022 માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપશે

Teachers Day Reward: શિક્ષક દિવસના વિશેષ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે 10:30 વાગ્યે વિજ્ઞાન ભવનમાં 46 શિક્ષકોને 2022 માટે રાષ્ટ્રીય પુરસ્કાર આપશે. આ 46 શિક્ષકોની પસંદગી વિવિધ રાજ્યોમાંથી કરવામાં આવી છે. શિક્ષક દિન નિમિત્તે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, શિક્ષણ મંત્રાલય દર વર્ષે 5મી સપ્ટેમ્બરે એક રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરે છે જેમાં દેશના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. પુરસ્કારો માટે શિક્ષકોની પસંદગી ઓનલાઈન ત્રિ-સ્તરીય પસંદગી પ્રક્રિયા દ્વારા પારદર્શક રીતે કરવામાં આવે છે.

તમને એવોર્ડમાં શું મળશે?

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, જે શિક્ષકોને એવોર્ડ આપવામાં આવશે તેમને મેરિટનું પ્રમાણપત્ર, 50,000 રૂપિયા અને સિલ્વર મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો તમે તેને જોવા માંગો છો તો તમારી પાસે દૂરદર્શન ચેનલ ઉપરાંત શિક્ષણ મંત્રાલયની પ્રભા ચેનલનો વિકલ્પ હશે. આ બંને ચેનલો પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય તમે https://webcast.gov.in/moe પર જઈને પણ પ્રોગ્રામ લાઈવ જોઈ શકશો.

પીએમ મોદી પણ વાત કરશે

આ શિક્ષકોનું રાષ્ટ્રપતિ પાસેથી સન્માન લીધા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ તમામ સાથે વાત કરશે. કાર્યક્રમ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 લોક કલ્યાણ માર્ગ પર આયોજિત કાર્યક્રમમાં આ શિક્ષકો સાથે સાંજે 4:30 કલાકે વાતચીત કરશે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશના શ્રેષ્ઠ શિક્ષકોના અપ્રતિમ યોગદાનની ઉજવણી અને સન્માન કરવાનો છે, જેમણે તેમની પ્રતિબદ્ધતા અને સખત મહેનત દ્વારા માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ગુણવત્તાસભર શિક્ષકોને જાહેર માન્યતા પ્રદાન કરે છે. તમે આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોઈ શકો છો.

IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક

Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો

Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ

Brahmastra: રિલીઝના 5 દિવસ પહેલાં આલિયા ભટ્ટે શેર કર્યો ફિલ્મના મેકિંગનો વીડિયો, રણબીર એક્શન કરતો દેખાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget