(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક
દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા.
IND vs PAK, Super 4: દુબઈમાં રમાયેલા એશિયા કપના સુપર-4માં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને છેલ્લી ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. આ દરમિયાન ભારતીય ટીમે ઘણી ભૂલો કરી જે આ હાર માટે કારણભૂત બની હતી. અમે તમને ભારતની હારના પાંચ કારણો જણાવી રહ્યા છીએ.
દીપક હુડાએ બોલિંગ ના કરીઃ
આજે ભારત પાકિસ્તાન મેચમાં ભારતની હારનું એક મોટું કારણ દીપક હુડાની બોલિંગ ના કરાવી શકવાનું હતું. આજે ભારતીય ટીમે માત્ર પાંચ બોલરો સાથે બોલિંગ કરાવી હતી. જ્યારે તમામ બોલરો પાકિસ્તાન સામે નબળા દેખાઈ રહ્યા હતા. ત્યારે બધાને અપેક્ષા હતી કે રોહિત શર્મા દીપક હુડાને બોલિંગ માટે લાવશે. પરંતુ રોહિતે દીપક હુડાને બોલિંગ કરવાનો મોકો ના આપ્યો.
અર્શદીપે છોડેલો કેચઃ
મેચના નિર્ણાયક સમયે ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બોલ પર પાકિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન આસિફ અલીનો સરળ કેચ છોડ્યો હતો. અર્શદીપનો આ કેચ છોડવો ટીમ ઈન્ડિયા માટે ભારે પડ્યો અને ભારતીય ટીમ આ મેચ 5 વિકેટથી હારી ગઈ.
ઝાકળઃ
દુબઈમાં આજે રમાયેલી એશિયા કપની સુપર ફોરની મેચમાં પણ ઝાકળે ભારતને ઘણું પરેશાન કર્યું હતું. ઝાકળને કારણે ભારતીય બોલરો ઘણી મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનના બેટ્સમેનોએ તેનો જોરદાર ફાયદો ઉઠાવ્યો અને પોતાની ટીમને ભારત સામે 5 વિકેટે જીત અપાવી.
ભારત ટોસ હારી ગયુંઃ
એશિયા કપના સુપર ફોરમાં આજે પાકિસ્તાન સામે ભારતની ટોસ હારવાનું પણ મુખ્ય કારણ બન્યું હતું. આ પીચ પર, ભારતીય ટીમ પ્રથમ બોલિંગ કરીને રનનો પીછો કરવા માંગતી હતી, પરંતુ ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવવું પડ્યું હતું.
ભારતીય બોલરોએ એક્સ્ટ્રા રન વધારે આપ્યાઃ
પાકિસ્તાન જેવી મજબૂત ટીમ સામે 182 રનના લક્ષ્યનો બચાવ કરતી વખતે ભારતીય બોલરોએ આજે ઘણા એક્સ્ટ્રા રન આપ્યા હતા. ભારતીય ટીમે આજે પાકિસ્તાન સામેની મેચમાં કુલ 14 એક્સ્ટ્રા રન આપ્યા હતા. આ વધારાના રન આજે ભારતીય ટીમને ઘણો ફટકો પડ્યો છે અને તેની હારનું મોટું કારણ બન્યું હતું.