Telangana Election 2023: 500 માં ગેસ સિલિન્ડર, લગ્નમાં ગોલ્ડ અને રોકડ, તેલંગણા માટે કોગ્રેસનો ચૂંટણી ઢંઢેરો
Telangana Election 2023: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો
Telangana Election 2023 Date: કોંગ્રેસે શુક્રવારે (17 નવેમ્બર) તેલંગણામાં 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં આ મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. કોગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં 500 રૂપિયામાં એલપીજી સિલિન્ડર, મફત વીજળી, છોકરીઓના લગ્નમાં સોનું અને રોકડ આપવા જેવા વચનો આપ્યા છે. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ તેલંગણાને અલગ રાજ્ય બનાવવામાં કોંગ્રેસ અને સોનિયા ગાંધીની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ખડગેએ કહ્યું હતું કે “તેલંગણાની રચના બાદ ખુરશી પર કોણ બેઠું, જેમની કોઈ ભૂમિકા ન હતી. કેટલા લોકોને ગોળીઓ મારવામાં આવી, કેટલા લોકોના મોત થયા. જેનો લાભ જનતાને મળ્યો નથી. રાજ્યની રચનાનો ફાયદો સામાન્ય લોકોને બદલે માઇનિંગમાં લૂંટ કરનારાને મળ્યો છે. "શું એટલા માટે તેલંગણાને અલગ રાજ્ય બનાવવામાં આવ્યું?"
तेलंगाना में कांग्रेस सरकार बनते ही योजनाबद्ध तरीके से 2 लाख नौकरियां देने की दिशा में काम किया जाएगा।
— Congress (@INCIndia) November 17, 2023
हम इस वादे को पूरा करने में बिल्कुल भी देर नहीं करेंगे।
हम जो कहते हैं, वो कर दिखाते हैं।
: तेलंगाना में कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/NVnLx8K2c7
ખડગેએ 6 ગેરંટીની વાત કરી હતી
ખડગેએ કહ્યું કે, જેમ કર્ણાટકમાં અમે 5 ગેરંટી આપી હતી, અમે તેને ત્યાંના લોકોને આપી દીધી. એ જ રીતે અમે તેલંગણા માટે પણ 6 ગેરંટી આપી છે. ભગવાન રામના નામે વોટ માંગનારાઓએ કંઈ કર્યું નથી. કોંગ્રેસ મહિલાઓને મફત બસ પ્રવાસની સુવિધા આપી રહી છે. મહિલાઓ દરરોજ બસમાં મફત મુસાફરી કરીને મંદિરે દર્શન કરી રહી છે.
મેનિફેસ્ટોના કેટલાક મહત્વના મુદ્દા
-કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.
-કોંગ્રેસની સરકાર આવશે તો મહિલાઓને બસમાં મફત મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.
-કોંગ્રેસે જો સત્તામાં આવશે તો તેલંગાણાના લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું છે.
-ઈન્દિરમ્મા ઉપહાર યોજના હેઠળ હિન્દુઓને તેમની પુત્રીના લગ્ન સમયે સરકાર દ્વારા 1,00,000 રૂપિયા અને 10 ગ્રામ સોનું આપવામાં આવશે. લઘુમતીઓને તેમની પુત્રીના લગ્ન સમયે 160,000 રૂપિયા આપવામાં આવશે.
तेलंगाना से कांग्रेस का वादा 👇
— Congress (@INCIndia) November 17, 2023
🔹महिलाओं को हर महीने 2,500 रुपए
🔹500 रुपए में गैस सिलेंडर
🔹महिलाओं को फ्री बस सेवा
🔹किसानों को हर साल 15,000 रुपए
🔹खेतीहर मजदूरों को 12,000 रुपए
🔹धान पर 500 रुपए प्रति क्विंटल बोनस
🔹200 यूनिट बिजली फ्री
🔹घर बनाने के लिए 5 लाख रुपए की… pic.twitter.com/6ZSkyr4UPT
-કોંગ્રેસે ઉચ્ચ શિક્ષણ મેળવનારી દરેક યુવતીને ફ્રી સ્કૂટી આપવાનું વચન પણ આપ્યું છે.
-મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસમાં દરરોજ “પ્રજા દરબાર”નું આયોજન કરવામાં આવશે. તેલંગણા ચળવળના પહેલા અને બીજા તબક્કાના શહીદોના માતા-પિતા અથવા પત્નીઓને દર મહિને 25,000 રૂપિયા પેન્શન આપવામાં આવશે અને તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.
-તેલંગણા આંદોલનના કાર્યકરો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે. તેમને 250 યાર્ડની જગ્યા ફાળવશે. ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની પાક લોન માફ કરવામાં આવશે. ખેડૂતોને 20 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત પાક લોન આપવામાં આવશે. ખેડૂતોને 24 કલાક કાપ વિના વીજળી આપવામાં આવશે. તમામ મુખ્ય પાકો માટે વ્યાપક પાક વીમા યોજના આપવામાં આવશે.
-શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ 6 મહિનામાં મેગા DSC દ્વારા ભરવામાં આવશે. વાર્ષિક જોબ કેલેન્ડર બહાર પાડવામાં આવશે અને 2 લાખ પોસ્ટ્સ ખાલી હશે, જે નિશ્ચિત સમયગાળામાં પારદર્શક રીતે ભરવામાં આવશે. 15. તમામ વિદ્યાર્થીઓને Wi-Fi સુવિધા દ્વારા મફત ઇન્ટરનેટ આપવામાં આવશે.
-આંગણવાડી શિક્ષકોનો માસિક પગાર વધારીને રૂ. 18,000, અને તેમને EPF હેઠળ લાવવામાં આવશે. જમીન સુધારણા દ્વારા ગરીબોને એક એકર જમીન આપવામાં આવશે. તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના બાકી ત્રણ ડીએની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવશે.હૈદરાબાદમાં પત્રકારો માટે આવાસની ફાળવણીના લાંબા સમયથી પડતર પ્રશ્નનો તાત્કાલિક નિરાકરણ. પત્રકારોના મૃત્યુ બાદ તેમના પરિવારજનોને 5 લાખ રૂપિયા રોકડા આપવા.