આ રાજ્યમાં એક સપ્ટેમ્બરથી નહી ખુલે સ્કૂલ, હાઇકોર્ટે સરકારના નિર્ણય પર લગાવી રોક
દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલો ખોલવામાં આવી રહી છે. તેલંગણામાં પણ એક સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાનો સરકારે આદેશ આપ્યો હતો
દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સ્કૂલો ખોલવામાં આવી રહી છે. તેલંગણામાં પણ એક સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાનો સરકારે આદેશ આપ્યો હતો પરંતુ તેલંગણા હાઇકોર્ટે એક સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાના સરકારના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, કોઇ પણ ખાનગી અને સરકારી સ્કૂલો દ્ગારા કેજીથી ધોરણ 12 સુધી કોઇ પણ વિદ્યાર્થીને સ્કૂલમાં આવવા પર મજબૂર કરી શકાશે નહીં. નોંધનીય છે કે રાજ્યમાં માતા પિતા અને કાર્યકર્તાઓ સ્કૂલો ખોલવાનો વિરોધ કરી રહ્યા હતા.
રાજ્ય સરકારના આદેશ પર તેલંગણા હાઇકોર્ટે કહ્યું કે, એક સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી ઓફલાઇન ક્લાસ એટલે કે સ્કૂલમાં આવવાનું ફરજિયાત નથી. હાઇકોર્ટે આ સાથે સરકારને ચાર ઓક્ટોબર સુધી રાજ્યમાં સ્કૂલો ફરીથી શરૂ કરવા માટેના ઉપાયો પર એક વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે તેલંગણા સરકારે બુધવારે એક સપ્ટેમ્બરથી રાજ્યની તમામ ખાનગી અને સરકારી શિક્ષણ સંસ્થાઓને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ગયા સપ્તાહમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
બેઠક દરમિયાન સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોની અવરજવર સામાન્ય થઇ રહી છે. તે સિવાય શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ રહેવા પર વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ વધી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા સરકારે કડક કોરોના ગાઇડલાઇન સાથે એક સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો હતો.
અમરેલીમાં આમ આદમી પાર્ટીએ ભાજપમાં પાડ્યું ગાબડું
અમરેલી (Amreli) જીલ્લા ભાજપમાં આમ આદમી પાર્ટીએ (AAP) મોટું ગાબડું પાડ્યું હતું.. અમરેલીના ભાજપના જુના જોગી અને છેલ્લા 35 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા નેતા આજે આપમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. મહેશ સવાણીની હાજરીમાં તેઓ આપમાં સામેલ થયા હતા.