Telangana Opinion Poll 2023: તેલંગાણામાં બીઆરએસ, કોંગ્રેસ કે બીજેપી...કોણી બનશે સરકાર ? ચૂંટણીની જાહેરાત બાદ પહેલા સર્વેમાં જાણો
અહીં સીધી ટક્કર ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે થશે. આ દરમિયાન સી-વૉટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પૉલ હાથ ધર્યો છે.
ABP Cvoter Opinion Poll 2023: કેન્દ્રીય ચૂંટણી પંચે સોમવારે (9 ઓક્ટોબર) તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યમાં રાજકીય બ્યૂગલ વાગી ગયું છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે 30 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
અહીં સીધી ટક્કર ભારત રાષ્ટ્ર સમિતિ (BRS), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે થશે. આ દરમિયાન સી-વૉટરે એબીપી ન્યૂઝ માટે ઓપિનિયન પૉલ હાથ ધર્યો છે. પૉલ પ્રમાણે આ વર્ષે તેલંગાણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટી લીડ મળતી દેખાઈ રહી છે. તેલંગાણામાં સરકાર બનાવવાનો બહુમતી અંક 60 બેઠકોની જીત સાથે પૂર્ણ થશે.
આ ઓપિનિયન પૉલમાં લગભગ 90 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સર્વેક્ષણ 1 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યો હતો અને એરર માર્જિન પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
કોણે મળી શકે છે કેટલા વૉટ ?
કોંગ્રેસને ચૂંટણીમાં કુલ 39 ટકા વૉટ મળી શકે છે. વળી, BRSને 38 ટકા વૉટ મળી શકે છે. આ ઉપરાંત બીજેપીને 16 ટકા વૉટ અને અન્યને 7 ટકા વૉટ મળી શકે છે.
કોણે મળી શકે છે સૌથી વધુ બેઠકો ?
જો સીટોની વાત કરીએ તો કોંગ્રેસ રાજ્યમાં નંબર વન પાર્ટી તરીકે ઉભરી શકે છે. ઓપિનિયન પૉલ અનુસાર તેલંગાણામાં કોંગ્રેસને 48થી 60 સીટો મળતી જોવા મળી રહી છે. વળી, BRSને 43 થી 55 બેઠકો મળવાની આશા છે. તેલંગાણામાં જોરદાર પ્રયાસ કરી રહેલ ભાજપને 5 થી 11 બેઠકો અને અન્યને 5 થી 11 બેઠકો મળી શકે છે.
2018માં શું હતા તેલંગાણાના ચૂંટણી પરિણામો ?
2018ની વિધાનસભા ચૂંટણીમાં શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) એ 88 બેઠકો જીતી હતી. પાર્ટીને કુલ 47.4 ટકા વૉટ મળ્યા અને કે ચંદ્રશેખર રાવ (KCR) મુખ્યમંત્રી બન્યા. વળી, કોંગ્રેસ 19 બેઠકો જીતીને બીજા સ્થાને છે. તેમને કુલ 28.7 ટકા મત મળ્યા હતા.
5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A
— ANI (@ANI) October 9, 2023
#WATCH | Ahead of the announcement of election dates to five State Assemblies, Chief Election Commissioner Rajiv Kumar says, "In 40 days visited all 5 States and held discussions with political parties, Central and State enforcement agencies." pic.twitter.com/gN1mwiWR33
— ANI (@ANI) October 9, 2023