International Fraud Calls થી લોકોને મળશે રાહત, નવી સિસ્ટમ પર કામ કરી રહી છે સરકાર
સાયબર ગુનેગારો ફ્રોડ કોલ દ્વારા લોકોને સતત પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કોલ કરીને સાયબર ગુનેગારો લોકોને તેમની ઝાળમાં ફસાવીને તેમની પાસેથી જરૂરી માહિતી મેળવે છે.
PSIICS System: સાયબર ગુનેગારો ફ્રોડ કોલ દ્વારા લોકોને સતત પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ઈન્ટરનેશનલ કોલ કરીને સાયબર ગુનેગારો લોકોને તેમની ઝાળમાં ફસાવીને તેમની પાસેથી જરૂરી માહિતી મેળવે છે અને તે પછી તેઓ સરળતાથી લોકોના બેંક ખાતામાંથી ચોરી કરે છે. કેટલીકવાર સાયબર અપરાધનો ભોગ બનેલા લોકોને તેમની સાથે શું થયું છે તે સમજવામાં સમય લાગે છે. આવા ફ્રોડ કોલના સતત વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને સરકારે તૈયારી કરી લીધી છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપીંડિની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સાયબર ક્રાઈમ કરનારા સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે. સાયબર ક્રાઈમથી બચવા માટે સરકાર એક સિસ્ટમ પર કામ કરી રહી છે. ફ્રોડ કોલ્સને રોકવા માટે નવી સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહી છે.
સરકાર આવા આંતરરાષ્ટ્રીય ફ્રોડ કોલ્સને રોકવા માટે નવી સિસ્ટમ બનાવવાની તૈયારી કરી રહી છે. આ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય કોલ દ્વારા લોકોને છેતરપિંડીથી બચાવવામાં મદદ કરશે.
સરકાર કઈ સિસ્ટમ પર કામ કરી રહી છે ?
આંતરરાષ્ટ્રીય કોલ્સ દ્વારા છેતરપિંડી અટકાવવા માટે, ટેલિકોમ વિભાગે PSIICS (પ્રિવેન્શન ઓફ સ્પુફ્ડ ઇનકમિંગ ઇન્ટરનેશનલ કોલ સિસ્ટમ) પર કામ કરવાનું શરૂ કર્યું છે.
મળતી માહિતી મુજબ આ સિસ્ટમ બનાવવા માટે લગભગ 50 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હાલમાં આ સિસ્ટમ બનાવવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ નથી, પરંતુ સિસ્ટમ તૈયાર થઈ જતાં લોકોને છેતરપિંડીના કોલથી રાહત મળી શકશે.
કેવી રીતે છેતરપિંડી કોલ્સથી બચશો
જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે છે, તો તે કૉલ ઉપાડશો નહીં જ્યાં સુધી તે એકદમ જરૂરી ન હોય. જો તમે અજાણતા ફોન ઉપાડો છો, તો પણ તમારી વ્યક્તિગત અથવા બેંક વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે ઓફર્સ અને લોટરીના વચનો આપે છે. આવા કૌભાંડોથી દૂર રહો.
હકીકતમાં, આ સાયબર ગુનેગારો પાકિસ્તાન અને કંબોડિયામાં બેસીને સરકારી સંસ્થાઓનું નામ લઈને લોકોને પોતાનો શિકાર બનાવે છે. સામાન્ય કોલની સાથે લોકોને વોટ્સએપ પર ઇન્ટરનેશનલ નંબર પરથી ફેક કોલ પણ આવી રહ્યા છે, જેમાં તેમને પાર્ટ ટાઇમ જોબ આપીને ફસાવવામાં આવી રહ્યા છે.