કોરોનાની ચેઈન તોડવા 10 દિવસ નું લોકડાઉન જરૂરી, ક્યા મેડિકલ એસોસિએશને લોકોને કરી અપીલ, બીજું શું કહ્યું ?
રાજ્યમાં કોરોનાના વિસ્ફોટની સ્થિતિ સર્જાઇ છે, દરરોજ આંખોની સામે કોરોનાની ભયાવહ તસવીરો સામે આવી રહી છે. સતત વધી રહેલા સંક્રમણ સામે માત્ર લોકડાઉન જ ઉપાય હોવાનું હવે સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ત્યારે 10 દિવસના લોકડાઉનની ક્યા મેડિકલ અસોશિએશને અપીલ કરી છે જાણીએ...

રાજયમાં કોરોનાનો નવા કેસ 7 હજારને પાર આવી રહ્યાં છે. સ્માશાનમાં બળતી ચીમનીઓ અને વેઇટિંગ જોઇને ડેથ રેટનો અંદાજ પણ લાગી શકાય છે. આ સ્થિતિને જોતા હાલ લોકડાઉન સિવાય કોઇ ઉપાય નથી દેખાતો. કોરોનાની ચેઇન તોડવા માટે મેડિકલ એસોશિએશન આહનાના સેક્રટરીએ લોકડાઉનની અપીલ કરી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિના જોતા અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમના ડોક્ટર વિરેન શાહે કોરોના સંક્રમણની સ્થિતિની ગંભીરતાને સમજીને લોકોને બિનજરૂરી બહાર ન જવાની અપીલ કરી છે. ડોક્ટર વિરેન શાહે કહ્યું કે, હાલ કોરોનાની સ્થિતિને જોતા 10 દિવસનું લોકડાઉન જરૂરી છે તેમણે જણાવ્યું કે, સંક્રમણનની આ ચેઇનને તોડવા માટે લોકડાઉન જ એક ઉપાય છે. દસ દિવસના લોકડાઉનનો તેમણે અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે.અમદાવાદ રાજ્યનું સૌથી વધુ સંક્રમિત શહેર બન્યું છે ..14 દિવસમાં 108 મારફતે પાંચ હજાર 540 દર્દીઓને શિફટ કરવામાં આવ્યા છે. ..રોજના 500 જેટલા કોરોના દર્દીઓને લઇને 108 દોડતા વેઇટિંગ વધવા લાગ્યું છે. અમદાવાદામાં છેલ્લા 24 કલાકમાં નવા 2631 કેસ નોંધાયા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે. પાંચ દિવસમાં જ રોજિંદા કેસની સંખ્યા બમણી થવાનો સિલસિલો યથાવત્ છે. ...305 દિવસ પછી ફરી એકવાર 25થી વધુ મૃત્યુ થયા છે.