શોધખોળ કરો
જમ્મુ કાશ્મીર: શોપિયામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 4 આતંકવાદીઓને કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન એક આતંકીએ સરન્ડર કર્યું હતું.

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન એક આતંકીએ સરન્ડર કર્યું હતું. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે.
સેનાએ કહ્યું કે એક આતંકવાદીએ સરન્ડર કર્યું છે અને ચારને શોપિયા જિલ્લામાં કિલૂરા વિસ્તારમાં ચાલી રહેલા અથડામણમાં ઠાર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પરથી એકે 47 અને પિસ્તોલ મળી આવી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ જિલ્લાના કિલૂરા વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની સૂચના મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તેમણે જણાવ્યું કે આ દરમિયાન આતંકિઓએ સુરક્ષાદળો પર ગોળી ચલાવી હતી અને બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
ક્રિકેટ
દેશ
આઈપીએલ
Advertisement
