ફાઇઝરના બંને વેક્સિનના ડોઝ લીધેલા આ તબીબનું કોરોનાથી થયું નિધન, જાણો શું છે વિગત
દેશમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યાં છે. બીજી લહેરમાં મ્યૂટન્ટ વાયરસના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે. જેને ફાઇઝરની બંને રસી લીધા હોવા છતાં પણ કોરોનાથી તેમનું મૃત્યુ થયું... શું છે ઘટના જાણીએ
દેશમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યાં છે. બીજી લહેરમાં મ્યૂટન્ટ વાયરસના કારણે ડેથ રેટ પણ વધી રહ્યો છે. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે. જેને ફાઇઝરની બંને રસી લીધા હોવા છતાં પણ કોરોનાથી તેમનું મૃત્યુ થયું... શું છે ઘટના જાણીએ
ડોક્ટર રાજેન્દ્ર કપિલા અમેરિકાથી ભારત આવ્યા હતા. તેઓ ફાઇઝરની બંને વેક્સિનનના ડોઝ લઇને જ ભારત આવ્યા હતા જો કે તેઓ ભારતમાં કોરોનાથી સંક્રમિત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું.
અમેરિકાના ડોક્ટર રાજેન્દ્ર કપિલાએ ફાઇઝરની બંને વેક્સિન લઇ લીધા હોવા છતાં પણ તેમને સંક્રમણ લાગ્યું અને તેઓ સારવાર દરમિયાન મૃત્યુ આપતા હવે સવાલ એ થઇ રહ્યો છે કે, શું ફાઇઝરની રસી ન્યૂ કોરોના સ્ટ્રેન સામે નિષ્ફળ છે?
ડોક્ટર રાજેન્દ્ર કપિલા ચેપી રોગ નિષ્ણાત છે. તેમનો વીસ વર્ષનો અનુભવ પણ છે. તેઓ ભારતમાં ગાઝિયાબાદમાં તેમના બીમાર સસરાની સેવા કરવા માટે અમેરિકાથી આવ્યાં હતા જો કે આ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થઇ જતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ ઘટના પરથી નિષ્ણાતનું તારણ છે કે, ભારતમાં ફેલાયેલા ન્યુ સ્ટ્રેન સામે ફાઇઝરની રસી કામ નથી કરતી.
ડોક્ટર રાજેન્દ્ર કપિલા અમેરિકાના ન્યુજર્સીમાં તીબબ તરીકે સેવા આપતા હતાં. તેમનો મેડિકલ ફિલ્ડમાં 20 વર્ષનો અનુભવ છે. ડોક્ટર રાજેન્દ્ર કપિલાએ અમેરિકા આર્મી મેડિસિનના આસિસ્ટન્ટ ચીફ તરીકે પણ સેવા આપી છે.
ડોક્ટર રાજેન્દ્ર કપિલા ગાઝિયાબાદમાં તેમના સસરાના ઘરે હતા. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે તેઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. ઘરે આવ્યા બાદ તેમને હાર્ટ અટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું.
ડોક્ટર રાજેન્દ્ર કપિલાને કોઇ ગંભીર બીમારી હતી?
ડોક્ટર રાજેન્દ્ર કપિલા હાર્ટ પેશન્ટ હતા ઉપરાંત તેમને ડાયાબિટીશ પણ હતું. તેઓ ચેપી રોગના નિષ્ણાત હોવા છતાં અને ફાઇઝર રસી લીધી હોવા છતાં કોરોના સંક્રમણથી તેઓ રક્ષણ ન મેળવી શક્યા અને સંક્રમણ જીવલેણ સાબિત થતાં તેમનું મૃત્યુ થયું છે.