Assembly Election: પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત, 12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પત્રકાર પરિષદ
Assembly Election:આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
Assembly Election: ચૂંટણી પંચ સોમવારે (9 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યે પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
Election Commission of India to hold a press conference in Delhi today. The election schedule of the general election to legislative Assemblies of Mizoram, Chhattisgarh, Madhya Pradesh, Rajasthan and Telangana to be announced. pic.twitter.com/Xni6RJDise
— ANI (@ANI) October 9, 2023
સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં નવેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી અલગ-અલગ તારીખો અને તબક્કામાં મતદાન થઈ શકે છે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી આશા છે. પરંતુ તમામ ચૂંટણી રાજ્યોની મતગણતરી એકસાથે કરાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયોના રંગ ભવન ઓડિટોરિયમમાં તારીખોની જાહેરાત કરશે. આ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના મહત્વના અધિકારીઓ હાજર રહેશે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની આશા છે. મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો માટેની ચૂંટણી નવેમ્બર 2023માં અથવા તે પહેલાં જાહેર થઈ શકે છે. રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી, 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. તે ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. પરંતુ માર્ચ 2020માં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. આ પછી રાજ્યમાં કોગ્રેસની સરકાર પડી ગઇ અને મુખ્યમંત્રી કમલનાથે રાજીનામું આપવું પડ્યું. આ પછી રાજ્યમાં ભાજપે સરકાર બનાવી અને શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા.
રાજસ્થાનનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થાય છે
રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. નવેમ્બર 2023માં રાજ્યની 200 બેઠકો પર મતદાન થઈ શકે છે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા હતા.
છત્તીસગઢની 90 સીટો પર મતદાન થશે
છત્તીસગઢની 90 બેઠકો પર પણ આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે. છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો અને ભૂપેશ બઘેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
મિઝોરમની 40 બેઠકો પર મતદાન
મિઝોરમમાં પણ આ વર્ષના અંતમાં 40 સીટો સાથે ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી નવેમ્બર 2018માં યોજાઈ હતી, જેમાં મિઝો નેશનલ ફ્રન્ટે જીત મેળવી હતી અને રાજ્યમાં સરકાર બનાવી હતી. ત્યારબાદ જોરમથાંગા મુખ્યમંત્રી બન્યા હતા.
તેલંગણામાં પણ આ વર્ષના અંતમાં ચૂંટણી છે
તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ડિસેમ્બર 2018માં 119- બેઠકો ધરાવતા તેલંગણામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી અને તેલંગણા રાષ્ટ્ર સમિતિએ રાજ્યમાં સરકાર બનાવી હતી. હવે તેનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ રાખવામાં આવ્યું છે. ચંદ્રશેખર રાવ બીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.