Rushikesh Patel: વિસનગરમાં ગેંગરેપની ઘટના પર ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
વિસનગરમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ છે. આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે. ત્યારે આરોગ્યમંત્રી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ વિસનગર પહોંચ્યા.. પોલીસ અને સ્થાનિક વેપારીઓ સાથે ઋષિકેશ પટેલે બેઠક કરી.. સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઋષિકેશ પટેલે આ ઘટનાને વિસનગર અને ગુજરાત માટે શરમજનક ગણાવી.. ઋષિકેશ પટેલે ખાતરી આપતા કહ્યુ કે સરકાર અને ગૃહ વિભાગ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે..પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવામાં આવશે.. સાથે જ ગેરકાયદે ધમધમતા ગેસ્ટ હાઉસ પર પણ કાર્યવાહી કરવાની, ચેક પોઈન્ટ પર યોગ્ય રીતે ચેકિંગ કરી ગેરકાયદે ગતિવિધી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરીને સદંતર બંધ કરવા સુધીના પગલા લેવાની સૂચના અપાઈ..















