Gaza Peace Plan: ગાઝામાં શાંતિ માટેના પ્રથમ તબક્કા માટે ઈઝરાયલ અને હમાસ તૈયારઃ ડોનાલ્ડ ટ્રમ્પ
આ કરારનો ઉદ્દેશ ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો અને બંધકો અને કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવાનો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઇઝરાયલ અને હમાસ અમેરિકાની મધ્યસ્થી હેઠળની શાંતિ યોજનાના પ્રથમ તબક્કા માટે સહમત થયા છે. આ કરારનો ઉદ્દેશ ગાઝામાં યુદ્ધ બંધ કરવાનો અને બંધકો અને કેદીઓની મુક્તિ સુનિશ્ચિત કરવાનો છે. હમાસે ગાઝા કરાર માટે સંમતિ આપી છે, જેના પર ગુરુવારે ઇજિપ્તમાં હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરારમાં માનવતાવાદી સહાય માટે ગાઝામાં પાંચ ક્રોસિંગ તાત્કાલિક ખોલવાનો, ગાઝા વાપસી નકશામાં ફેરફાર કરવાનો અને પ્રથમ તબક્કામાં 20 ઇઝરાયલી કેદીઓને જીવતા મુક્ત કરવાનો સમાવેશ થાય છે.
Trump says Israel, Hamas agree to first phase of peace plan.
— AFP News Agency (@AFP) October 9, 2025
Palestinian militant group Hamas will release all hostages while Israel will pull its troops back to an agreed on line, Trump sayshttps://t.co/JWiyi7CvRh pic.twitter.com/9GqXVDXuEf
આ કરારની ગેરન્ટી અમેરિકા, ઇજિપ્ત, કતાર અને તુર્કીએ આપી છે જેનાથી એ સુનિશ્વિત થાય કે જ્યાં સુધી બંને પક્ષો તેની શરતોનું પાલન કરે ત્યાં સુધી હુમલાઓ ફરી શરૂ નહીં થાય. એસોસિએટેડ પ્રેસ અનુસાર, હમાસ આ સપ્તાહના અંતે તમામ 20 જીવિત બંધકોને મુક્ત કરશે કારણ કે ઇઝરાયલીઓ ગાઝાના મોટાભાગના હિસ્સામાંથી હટી જશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "આનો અર્થ એ છે કે બધા બંધકોને ખૂબ જ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે, અને ઇઝરાયલ ચોક્કસ હદ સુધી તેના સૈનિકો પાછા ખેંચશે, જે મજબૂત, ટકાઉ અને સ્થાયી શાંતિ તરફનું પ્રથમ પગલું હશે. બધા પક્ષો સાથે નિષ્પક્ષ વ્યવહાર કરવામાં આવશે."
ટ્રમ્પ અને નેતન્યાહૂએ ફોન પર વાત કરી...
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. તેમણે બધા બંધકોને મુક્ત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરવાની ઐતિહાસિક સિદ્ધિ પર એકબીજાને અભિનંદન આપ્યા હતા. બંને નેતાઓ તેમનો સહયોગ ચાલુ રાખવા સંમત થયા. વડાપ્રધાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઇઝરાયલી નેસેટને સંબોધવા આમંત્રણ આપ્યું હતું.
'ઇઝરાયલ માટે એક મોટો દિવસ...'
વડાપ્રધાન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, "આ ઇઝરાયલ માટે એક મોટો દિવસ છે. કાલે હું સરકારને આ કરારને મંજૂરી આપવા અને આપણા બધા પ્રિય બંધકોને પાછા લાવવાની પ્રક્રિયા હાથ ધરીશ. હું IDFના બહાદુર સૈનિકો અને તમામ સુરક્ષા દળોનો આભાર માનું છું જેમની હિંમત અને બલિદાનથી આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ. આપણા બંધકોને મુક્ત કરવાના આ મિશનમાં યોગદાન આપવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે મળીને આપણે આપણા બધા લક્ષ્યો પ્રાપ્ત કરવાનું અને આપણા પડોશીઓ સાથે શાંતિનો વિસ્તાર કરવાનું ચાલુ રાખીશું."





















