Hun To Bolish : હું તો બોલીશ : મોતનું 'ક્લિનિકલ ટ્રાયલ' ?
આપણે જ્યારે બીમાર પડીએ એટલે સીધું દેખાય દવાખાનું. ડોક્ટર સાહેબ જોડે જઈએ એટલે ડોક્ટર સાહેબ આપણને દવા લખી આપે અથવા ઇન્જેક્શન આપે. અને અલગ અલગ પ્રકારની જે જરૂરી હોય તે રસી આપે. આપણે ગઈકાલે જ જોયું આ દવાઓમાં અને કફ સીરપમાં કેવા જોલ થાય છે અને આપણા બાળકો માટે જીવલેણ સાબિત થાય છે. એ તો મીલાવટી અને નફાખોરીનો ખેલ હતો પણ શું તમે જાણો છો કે. આ જે દવા બને અને આપણે બીમાર હોય ત્યારે જે દવા લઈએ એ બનતી હોય ત્યારે આખું એક રિસર્ચ થતું હોય છે. રિસર્ચ પછી એ દવા તૈયાર કર્યા પછી આખી એક પ્રોસીઝર હોય. અને કારણ કે તેનો ટ્રાયલ તો લેવો પડે.. કોઈ રસી બને, કોઈ દવા બને તો સીધા માણસને આપી તો ન દેવાય. એટલે એ રસી પહેલા પ્રાણીઓને આપવામાં આવે છે. એટલે કે એનીમલ પર ક્લિનીકલ ટ્રાયલ થાય છે. એના પછી જરૂરી નથી કે ઉંદર કે વાનર કે કોઈ પણ પ્રાણીને આપી હોય તે દવા માણસને પણ લાગુ પડે જ. પણ એ પ્રાથમિક તબક્કો હોય ત્યારબાદ માનવને આપવામાં આવે. હવે માનવ કોઈ પણ હોય સીધા પોતાના શરીર પર શું કામ લે એટલા માટે જ હ્યુમન ક્લિનીકલ ટ્રાયલનો એક આખો પ્રોપર પ્લાનિંગ સાથે સરકારના નિતિ નિયમો અને ધારાધોરણો સાથે સિસ્ટમ બનેલી છે. એવા રિસર્ચ સેન્ટરો અનેક છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે, દવાની ઉત્પાદન કિંમત કરતા વધુ રિસર્ચની કિંમત હોય છે. ક્લિનીક ટ્રાયલની આખી પ્રક્રિયા પાર કરીને જે રિસર્ચ કરી આપે એનો જ સૌથી વધુ ખર્ચો હોય અને એ જ સૌથી મોટો ધંધો. દવાના ઉત્પાદન અને દવાના કિંમતનો મોટો ભાગ એ એના રિસર્ચ પાછળ જતો હોય છે. અનેક કંપનીઓ આની પાછળ જોડાયેલી છે પણ તમને જાણીને દુખદ આશ્ચર્ય થશે. આ જ રિસર્ચ માટે રીતસર માણસોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે.





















