શોધખોળ કરો
E5 Series Shinkansen: મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની પ્રથમ તસવીર આવી સામે, જુઓ
પીએમ મોદી અને તત્કાલીન જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ 1.08 લાખ કરોડના આ મહાત્વાકાંક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો.

નવી દિલ્હી: મોદી સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક બુલેટ ટ્રેનની પ્રથમ તસવીર સામે આવી છે. ભારત સ્થિત જાપાની દુતાવાસે E5 Series Shinkansen (જાપાનની બુલેટ ટ્રેન)ની તસવીર જાહેર કરી છે. તેને મોડિફાઈ કરી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ પર બુલેટ ટ્રેન તરીકે ચલાવવામાં આવશે. વડાપ્રધાન મોદીનો આ મહાત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે. તેના નિર્માણ દરમિયાન લગભગ 90 હજાર સીધી અને અપ્રત્યક્ષ રીતે રોજગારી ઉભી થશે. પીએમ મોદી અને તત્કાલીન જાપાની પ્રધાનમંત્રી શિંજો આબેએ 14 સપ્ટેમ્બર 2017ના રોજ 1.08 લાખ કરોડના આ મહાત્વાકાંક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટને પૂરો કરવા માટે 2023ના ડિસેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
વધુ વાંચો





















