(Source: ECI/ABP News/ABP Majha)
7 જન્મ સાથે રહેવાનું વચન આપનાર પત્ની લગ્નના 7 દિવસ બાદ જ પતિને મુકી પ્રેમી સાથે ભાગી ગઈ
આ કેસની તપાસમાં લાગેલી પોલીસે નવપરિણીત યુવતી અને તેના પ્રેમીને પકડી લીધા છે.
Bihar : બિહારના મુંગેર (Munger)માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નના સાત દિવસ બાદ જ એક નવપરિણીત યુવતીએ તેના પ્રેમીનો હાથ પકડીને ભાગી ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ સમગ્ર ઘટના પતિની સામે જ બની હતી. લાચાર પતિએ તેમનો પીછો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
14 જૂને લગ્ન થયા, 21 જૂને પ્રેમી સાથે ભાગી પત્ની
આ કેસની તપાસમાં લાગેલી પોલીસે નવપરિણીત યુવતી અને તેના પ્રેમીને પકડી લીધા છે. આ સમગ્ર મામલો મુંગેરના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોદ્દાર કોલોનીમાં રહેતા નરેન્દ્ર કુમાર (નામ બદલ્યું છે)ના લગ્ન 14 જૂને નયા રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગઢીની રાની (નામ બદલ્યું છે) સાથે થયા હતા.
લગ્ન બાદ નવપરિણીત યુગલ ચાર દિવસ સાસરિયાંના ઘરે રોકાયું હતું. ત્યરાબાદ 18 જૂને યુવતી તેના મામાના ઘરે ગઈ હતી. 21 જૂને તે પાછી તેના સાસરે આવી હતી અને બીજા દિવસે એટલે કે 22મીએ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
બંગડીઓ ખરીદવાના બહાને પતિને બજારમાં લઇ ગઈ
નવપરિણીત યુવતીએ તેના પતિને કહ્યું, 'બજારમાંલઇ જાવ, મારે બંગડીઓ અને કેટલીક એસેસરીઝ લેવી છે.” પતિ તેને બજારમાં લઈ ગયો. જ્યાં નવપરિણીત મહિલાએ તેના પતિને કહ્યું કે, 'તમે બંગડીઓ પસંદ કરો. પતિને બંગડી ગમવા લાગી કે તરત જ તેની પત્ની પાછળ રાહ જોઈ રહેલા તેના પ્રેમીનો હાથ પકડીને ભાગી ગઈ. પતિએ આ અંગે પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું કે તેણીએ લગ્નના ઘરેણાં પણ પહેર્યા હતા અને કેટલાક દસ્તાવેજો પણ હતા, જે તેણી પોતાની સાથે લઈ ગઈ હતી.
6 વર્ષથી હતો પ્રેમ સંબંધ
નવપરિણીત યુવતીના પ્રેમીએ કહ્યું, "હું વ્યવસાયે ડ્રાઈવર છું અને બીજાની કાર ચલાવું છું. અમારે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના પરિવારજનો મારી સાથે લગ્ન કરાવવા તૈયાર ન હતા. બળજબરીથી તેના બીજા છોકરા સાથે લગ્ન કર્યા. આ પછી તે વારંવાર ફોન કરીને રડતી હતી અને કહેતી હતી કે તે મરી જશે, ત્યારબાદ અમે બેગુસરાય ભાગી ગયા અને આજે નવાગઢી આવ્યા.