ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન છતા પણ ફોન પર વાત કરતી રહી છોકરી, વીડિયો થયો વાઈરલ
ફોનમાં વાત કરવાને કારણે ઘણી વખત અકસ્માતની ઘટના સામે આવી ચૂકી છે. લોકો ઘણીવાર ફોનમાં વાત કરતા કરતા થાંભલા સાથે પણ અથડાઈ જાય છે તો ક્યારેય કોઈ ખાડામાં પડી જાય છે.
ફોનમાં વાત કરવાને કારણે ઘણી વખત અકસ્માતની ઘટના સામે આવી ચૂકી છે. લોકો ઘણીવાર ફોનમાં વાત કરતા કરતા થાંભલા સાથે પણ અથડાઈ જાય છે તો ક્યારેય કોઈ ખાડામાં પડી જાય છે. પંરતુ આજે જે ઘટના વિશે અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે કઈંક અલગ છે. કારણ કે આ ઘટનામાં છોકરી માથેથી ટ્રેન પસાર થઈ જાય છે છતા પણ તે ફોન પર વાત કરવાનું બંધ કરતી નથી. હવે આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
कतई कर्रा... मौत टक से छू कर गुज़र गई पर फोन डिस्कनेक्ट न किया बन्दी ने।
— Nazia Khan (@NaeemDrnazia) April 12, 2022
रोडीज़ सैल्यूट.... pic.twitter.com/njMOuPznrI
શું છે વીડિયોમાં?
આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાઈ છે કે એક માલગાડી સ્ટેશનથી પસાર થઈ રહી છે. માલગાડી પસાર થઈ જાય પછી જોવા મળે છે કે એક છોકરી પાટા પર સુતેલી હોય છે અને ફોન પર વાત કરી રહી છે. ટ્રેનમાંથી પસાર થઈ જાય પરંતુ તે છોકરીને કોઈ ઈજા નથી થતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, માથેથી ટ્રેન પસાર થાય છે છતા છોકરી ફોન પર વાત કરવાનું બંધ નથી કરતી. ટ્રેન પસાર થયા બાદ છોકરી બોલી રહી છે કે, નહીં યાર, અબ જીવે કો મતલબ હી કા હૈ.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકો તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયોને નાઝિયા ખાન નામની એક યૂઝરે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. નાઝિયાએ લખ્યું, મોત છોકરીને અડીને જતુ રહ્યું પરંતુ તેમણે ફોન ડિસકનેક્ટ ન કર્યો. આ વીડિયો અંગેની સાચી વાત તો હજુ સામે આવી નથી પરંતુ લોકોએ સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. એક નાની એવી ભૂલમાં આ છોકરીનો જીવ ગુમાવવો પડ્યો હોત.