શોધખોળ કરો

પ્રવાસીઓના હોટ ફેવરીટ એવા આ રાજ્યમાં આવતીકાલથી પાંચ દિવસનું સંપૂર્ણ લોકડાઉન

રાજ્યમાં 29 એપ્રિલ સાંજે 7 કલાકથી 3 મે સવાર સુધી લોકડાઉન રહેશે.

દેશમાં કોરોના બેકાબૂ છે. છેલ્લા એક સપ્તાહથી દેશમાં રોજ 3 લાખથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના કહેરને ઓછો કરવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જેવા કડક નિયંત્રણો લગાવવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 2 લાખને પાર કરી ગઈ છે. ત્યારે ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

ગોવોના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, રાજ્યમાં 29 એપ્રિલ સાંજે 7 કલાકથી 3 મે સવાર સુધી લોકડાઉન રહેશે. જરૂરી સેવાઓ અને ઔદ્યોગિક ગતિવિધિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. કેસિનો, હોટલ અને પબ બંધ રહેશે. જરૂરી સેવાઓ માટે બોર્ડર ખુલી રહેશે.

નોંધનીય છે કે, દેશમાં કોરોના (coronavirus)ના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત આઠમા દિવસે 2000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 29 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ-  એક કરોડ 79 લાખ 97 હજાર 267

કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 48 લાખ 17 હજાર 371

કુલ એક્ટિવ કેસ - 29 લાખ 78 હજાર 709

કુલ મોત - 2 લાખ 01 હજાર 709

14 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 78 લાખ 27 હજાર 367 ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ

ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 28,27,03,789 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 27 એપ્રિલના રોજ 17,23,912 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?

Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન

Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?Hun To Bolish : હું તો બોલીશ : રોડ પર યમરાજSurat News: કતારગામમાં નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ,  પીક-અપ વાનચાલકે 150 મીટર ઢસડતાં આધેડનું મોત..Vadodara BJP: વડોદરા ભાજપમાં નવો વિખવાદ! ભાજપના બે ધારાસભ્યો આમને - સામને

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
'VPN હરામ છે', પાકિસ્તાનમાં ફતવો જારી, જાણો પાડોશી દેશમાં ઈન્ટરનેટને લઈને કેમ મચ્યો છે હંગામો?
Pushpa 2 The Rule Trailer:  'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Pushpa 2 The Rule Trailer: 'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થયું, જબરદસ્ત સ્વેગમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Health Tips: શું તમને પાણી પીધા બાદ પણ તરસ લાગે છે? ક્યાંક આ કોઈ ગંભીર બીમારીનો સંકેત તો નથી ને
Gold Price:  7 દિવસમાં સોનું 3710 રૂપિયા સસ્તું થયું, હવે સામાન્ય માણસ આટલા રૂપિયામાં ખરીદી શકશે 10 ગ્રામ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના

INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી

Embed widget