શોધખોળ કરો

Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

Fact Check: હોળીના અવસરે એક લીંક વાયરલ થઇ છે જેમાં ફોનપે પર કેશબેકની ઓફર આપવામાં આવી રહી છે. આ વાયરલ પોસ્ટનું શું છે સત્ય. જાણીએ બૂમના ફેક ચેક દ્વારા

CLAIM- હોળીના અવસર પર, PhonePe એપ સ્ક્રેચ કૂપન દ્વારા કેશબેક આપી રહી છે.

FACT CHECK-BOOMને તેની હકીકત તપાસમાં જાણવા મળ્યું છે કે સ્કેમર્સ PhonePe મોબાઇલ એપ પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલીને નકલી લિંક્સની મદદથી યુઝર્સને કેશબેકની લાલચ આપીને છેતરે છે.

FACT CHECK-હોળીના અવસર પર સ્ક્રૅચ કૂપન કાર્ડ દ્વારા કેશબેક આપવાના નામે અનેક છેતરપિંડીની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ્સમાં નકલી વેબસાઇટ્સની લિંક્સ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ સરકારી યોજનાઓ અને તહેવારોના નામ પર પેમેન્ટ એપ PhonePe પરથી કેશબેક મળશે. વાસ્તવમાં, આ સ્કેમ લિંક્સ કેશબેકને બદલે રિવર્સ પેમેન્ટ રિક્વેસ્ટ દ્વારા યુઝરના ખાતામાંથી પૈસા ઉપાડે છે. ફેસબુક પર આવી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં સમાન કૌભાંડની લિંક્સ શામેલ છે. આ પોસ્ટ્સમાં PhonePe ના રંગ અને ડિઝાઇન પેટર્નના ગ્રાફિક્સ છે. તેમાં લખ્યું છે કે તમને PhonePe તરફથી ફ્રી કેશબેક મળ્યું છે.

ફેસબુક પર આવી જ એક સ્કેમ લિંક શેર કરતી વખતે એક યુઝરે લખ્યું, 'તમને PhonePe તરફથી 3890 રૂપિયાનું ફ્રી કેશબેક મળ્યું છે.'

Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

-હોળી  હેપ્પીના નામે બનાવેલા નકલી પેજ પર સ્કેમ લિંક સાથેના ગ્રાફિક પોસ્ટરમાં લખ્યું છે, 'આ હોળી પર તમને PhonePe તરફથી 3000 રૂપિયાનું ફ્રી કેશબેક મળ્યું છે.'

-
Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

-ફેસબુકની એડ લાઇબ્રેરી પર પણ આવી ઘણી જાહેરાતો છે, જેમાં આવી નકલી વેબસાઇટ્સની સ્કેમ લિંક્સ હતી. આ લિંક પર ક્લિક કરવાથી મોબાઈલમાં પેમેન્ટ એપ ખુલે છે જેમાં પેમેન્ટ રિક્વેસ્ટ મળે છે. આ પૂર્ણ કરવા પર, કેશબેક મેળવવાને બદલે, પૈસા કાપવામાં આવે છે.

-
Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

- કેશ બેકના નામ પર કેવી રીતે થાય છે સ્કેમ

જ્યારે આવી જાહેરાતો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતી પોસ્ટ પર ક્લિક કરવામાં આવે છે, ત્યારે મોબાઇલ પર એક વેબપેજ ખુલે છે. તેમાં એક સ્કેમ લિંક હોય છે, જેના પર ક્લિક કરવા પર યુઝરને પેમેન્ટ કરવાની રિકવેસ્વિટ  મળે છે, આ પૂર્ણ કરવા પર, વ્યક્તિના ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવે છે. આ નીચેના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે-

-સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટની લિંક ખોલતા જ એક વેબપેજ ખુલ્યું જેમાં લખ્યું હતું કે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે 2000 રૂપિયા આપવામાં આવશે અને તેની સાથે પૈસા મેળવવા માટે એક સ્ક્રૅચ કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું.

Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

-જ્યારે અમે તેને સ્ક્રેચ કર્યું તો તેમાં 679 રૂપિયાની ઈનામી રકમ દેખાઈ. આ સાથે, PhonePe એપ ખુલે છે અને 679 રૂપિયાની ચુકવણી માટે સદાબ ખાન VRN ના નામ પર રિકવેસ્ટ  વિંડો ખુલે છે. જો અમે આ પ્રોસેસ કરી હોત, તો અમારા ખાતામાંથી પૈસા કપાઈ શક્યા હોત, તેથી અમે તેને ત્યાં બંધ કરી દીધું.

-નકલી લિંક બનાવીને કૌભાંડ કરવાની ટેકનિક: જ્યારે અમે શેર કરેલી URL લિંક (https://f.shopernova.com/aru/) પર જોયું ત્યારે અમને જાણવા મળ્યું કે, ડોમેન નામ (shopernova.com) અને લિંક બંને નકલી છે. અમે આ ડોમેનને એજન્સી ફોર મેનેજમેન્ટ ઓફ ડોમેન નેમ્સ (ICANN) ની વેબસાઇટ પર જોયું, જે મુજબ આ ડોમેન 12 ફેબ્રુઆરી, 2025 ના રોજ એક વ્યક્તિ દ્વારા નોંધાયેલું હતું. ખરેખર, સ્કેમર્સ આવી નકલી સ્કેમ લિંક્સ બનાવે છે અને લોકોને અલગ અલગ રીતે છેતરવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે, ગયા વર્ષે, દરેક વ્યક્તિને 2,000 રૂપિયા મફત મળશે એવો ખોટો દાવો કરીને 'PM જન ધન યોજના'ના નામે નકલી કૌભાંડની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની ફેક ચેક પણ કરી હતી હકીકત પણ તપાસી. સ્કેમર્સ લોકોને નકલી કેશબેક અથવા પુરસ્કારોની લાલચ આપીને ચુકવણીની રિકવેસ્ટ દ્વારા છેતરવાનો પ્રયાસ કરે છે. આવા કૌભાંડોથી બચવા માટે PhonePe તેના ટ્રસ્ટ અને સેફ્ટી બ્લોગમાં લોકોને જાગૃત કરે છે.

Fact Check: હોળીના અવસરે ફોનપે પર આ કેશબેકની શાનદાર ઓફર, જાણો વાયરલ પોસ્ટ વિશે ડિટેલ

-
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક બૂમએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Fire Updates:બિલ્ડીંગની આગમાં ત્રણ લોકોના મોત, કાચ ફોડીને કરાયું રેસ્ક્યુંRajkot Fire News: ધૂળેટીના દિવસે બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, સોની પરિવાર ફસાયો આગમાંVadodara Accident: SUV કારે એકસાથે ધડાધડ છથી સાત વાહનોને મારી ટક્કર, જુઓ અકસ્માતના દ્રશ્યોAmbalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના ફ્લેટમાં ભીષણ આગ, 3નાં મૃત્યુ, રેસ્ક્યુ આપરેશન ચાલુ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Yuzvendra Chahal: યુઝર્વેન્દ્ર ચહલ આ વિદેશી ટીમ સાથે જોડાયો, ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા લીધો નિર્ણય
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
Rupee Symbol: રૂપિયાનો સિમ્બોલ ડિઝાઇન કરનાર IIT પ્રોફેસરે સ્ટાલિન સરકારના નિર્ણય પર શું કહ્યું?
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
15000 કરોડ રૂપિયાનો IPO લાવશે LG Electronics India, સેબીએ આપી મંજૂરી
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
Aamir Khan: 1,2 કે 3 નહીં પરંતુ 7 યુવતીઓ સાથે રહ્યું છે આમિર ખાનનું અફેર, 26 વર્ષ નાની ઓનસ્ક્રીન પુત્રી સાથે પણ જોડાયું છે નામ!
10 લાખ રૂપિયામાં 400 કિમીની રેન્જ! Mahindra XUV 3XO નું EV વર્ઝન ટૂંક સમયમાં થશે લોન્ચ
10 લાખ રૂપિયામાં 400 કિમીની રેન્જ! Mahindra XUV 3XO નું EV વર્ઝન ટૂંક સમયમાં થશે લોન્ચ
Rohit Sharma: રોહિત શર્માએ ગોતી લીધો જુગાડ! હવે  વનડે વર્લ્ડ કપ 2027 સુધી રમવાનું નક્કી?
Rohit Sharma: રોહિત શર્માએ ગોતી લીધો જુગાડ! હવે વનડે વર્લ્ડ કપ 2027 સુધી રમવાનું નક્કી?
Embed widget