Ambalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી
Ambalal Patel Forecast: હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી ચોમાસાને લઈને મોટી આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાનું અવલોકન કરીને આગામી સમય માટે મોટી આગાહીઓ કરી છે. તેમના મતે આવનારું ચોમાસું નબળું રહેવાની શક્યતા છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ચિંતાજનક સમાચાર છે.
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, "આગામી ચોમાસું 8થી 10 આની રહેશે, જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય. આ ઉપરાંત, તેમણે ગરમી અને રાજકીય સ્થિતિ અંગે પણ મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ કરી છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "15મી માર્ચથી ગરમીમાં થોડી રાહત અનુભવાશે, પરંતુ એપ્રિલ મહિનામાં લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. ગરમીનો પારો ખૂબ ઊંચો જવાની સંભાવના છે."
ચોમાસા વિશે વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, "જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતા રહેલી છે, જે ચોમાસાની શરૂઆતને અસર કરી શકે છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉદ્ભવશે, જેના કારણે વરસાદની અનિયમિતતા જોવા મળી શકે છે."

















