શોધખોળ કરો
Advertisement
દિલ્હી આવેલા ખેડૂતો સામે ઝૂકી મોદી સરકાર, પાંચ માંગણીઓ સ્વીકારી
દિલ્હી આવેલા ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવનમાં જઇને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
નવી દિલ્હીઃ ખેડૂતો અને મજૂરોની સમસ્યાઓને લઇને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પદયાત્રા કરીને આવેલા ભારતીય કિસાન સંગઠનની 15માંથી 5 માંગણીઓને મોદી સરકારે સ્વીકારી લીધી છે. ત્યારબાદ ખેડૂતોએ પોતાનું આંદોલન ખત્મ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી આવેલા ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવનમાં જઇને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ત્યારબાદ ખેડૂતોએ પોતાનું આંદોલન ખત્મ કરવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ખેડૂતો સેંકડોની સંખ્યામાં દિલ્હીના બોર્ડર પર ધરણા પર બેસી ગયા હતા. તેમની માંગણીઓ હતી કે સરકાર તેમની સાથે વાત કરે અથવા દિલ્હીના કિસાન ઘાટ જવા દેવામાં આવે. ત્યારબાદ ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે દિલ્હી પોલીસની ગાડીમાં કૃષિ મંત્રાલય પહોંચ્યા હતા અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.Puran Singh, President, Bhartiya Kisan Sangathan on UP farmers march to Kisan Ghat in Delhi: If they (govt) agree to all of our demands we will call off the agitation and if not, we will start an agitation from Saharanpur again. https://t.co/cilijx5dF8 pic.twitter.com/7J60Sqq0SW
— ANI (@ANI) September 21, 2019
નોંધનીય છે કે ખેડૂતોની માર્ચના કારણે શનિવારે દિલ્હીના અનેક માર્ગો પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. દિલ્હીના આઇટીઓથી દિનદયાલ ઉપાધ્યાય માર્ગને ખેડૂતોની રેલીના કારણે બંન્ને તરફના ટ્રાફિતને બંધ કરી દેવાયો હતો. ખેડૂતોની માંગણી રહી હતી કે ખેડૂતોને સિંચાઇ માટે વિજળી મફતમાં મળે. ખેડૂતો અને મજૂરોને શિક્ષણ અને સ્વાસ્થ્ય મફતમાં મળે. તે સિવાય ખેડૂતો અને મજૂરોને 60 વર્ષની ઉંમર બાદ 5000 રૂપિયા મહિને પેન્શન મળે, તે સિવાય ખેડૂતોની સાથે સાથે તેમના પરિવારને દુર્ઘટના વીમા યોજનાનો લાભ મળે. તમામ નદીઓને પ્રદૂષણ મુક્ત કરવામાં આવે. ભારતમાં સ્વામીનાથન આયોગનો રિપોર્ટ લાગુ કરાય.Puran Singh, President of Bhartiya Kisan Sangathan on UP farmers march to Kisan Ghat in Delhi: Government agreed to five of the fifteen demands. The agitation has not been called off, it is just a temporary arrangement, we will meet PM after 10 days for the remaining demands. pic.twitter.com/gSTY3wXe6c
— ANI (@ANI) September 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement