Siddhu Moose Walaની હત્યાને અંજામ આપનાર બે શૂટર સહિત ત્રણ લોકોની ધરપકડ, જાણો ત્રણેયની ભૂમિકા
Siddhu Moose Wala Murder: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ (Siddhu Moose Wala) કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે.
Siddhu Moose Wala Murder: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ (Siddhu Moose Wala) કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સિદ્ધુની હત્યામાં સંડોવાયેલા ત્રણ બદમાશોની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસની (Delhi Police) સ્પેશ્યલ સેલે સિદ્ધુ મૂસેવાલાની હત્યાને અંજામ આપનાર બે શૂટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ ત્રણેય આરોપીઓની કચ્છ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશયલ ઝડપી પાડેલા આ ત્રણેય શૂટરમાંથી એકનું નામ પ્રિયવ્રત ઉર્ફ ફૌજી છે. પ્રિયવર્તને મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યો છે. આરોપ છે કે, પ્રિયવ્રતે જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાનું ષડયંત્ર રચ્યું અને આયોજન કર્યું હતું. હત્યા સમયે પ્રિયવ્રત ગોલ્ડી બરારના સંપર્કમાં હતો. તે મૂસેવાલાની હત્યા થઈ તે પહેલાં ફતેહગઢની એક પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યો છે.
દિલ્હી પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સંડોવાયેલ એક અન્ય શૂટર કશિશ ઉર્ફ કુલદીપની પણ ધરપકડ કરી છે. કુલદીપ હરિયાણાના ઝજ્જરનો રહીશ છે. કુલદીપ પણ સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં શામેલ હતો. કશિશ પણ ફતેહગઢમાં સીસીટીવીમાં દેખાઈ રહ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે જે ત્રીજી શૂટરની ધરપકડ કરી છે તેનું નામ કેશવ કુમાર છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા કર્યા બાદ શૂટરોને ભાગવામાં કેશવે જ મદદ કરી હતી.
Sidhu Moosewala killing: One of the 3 arrested accused was in touch with main conspirator Goldy Brar at the time of incident: Delhi Police
— Press Trust of India (@PTI_News) June 20, 2022