મિશન ગુજરાત 2022 : ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા, જુઓ લિસ્ટ
Gujarat Assembly elections 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે.
GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરની 5, મોરબીની 3, રાજકોટની 8, જામનગરની 5, દ્વારકા અને પોરબંદરની 2-2, જૂનાગઢની 5, ગીર સોમનાથની 4, અમરેલીની 5, ભાવનગરની 7 અને બોટાદની 2 મળી સૌરાષ્ટ્ર ઝોનની કુલ 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કરવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે, એમાં આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે -
પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠકોના પ્રભારીશ્રીઓના નામોની જાહેરાત કરવામાં આવી
— BJP Gujarat (@BJP4Gujarat) June 20, 2022
નવનિયુક્ત પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ pic.twitter.com/S2cpY7ckjE
ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકોના પ્રભારી પણ જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 જૂનના રોજ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદની મળી કુલ 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા.
હવે દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર થશે
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 1 થી 59 અને સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 60 થી 107 વિધાનસભા બેઠક મળી કુલ 107 બેઠકો પરના પ્રભારી જાહેર કર્યા છે. હવે દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારીની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.