Cable Car Mishap: હિમાચલના પરવાણુંમાં કેબલ કાર ટ્રોલીમાં ખામી, 11 મુસાફરો હવામાં લટકી રહ્યાં છે, જુઓ રેસ્ક્યુનો દિલધડક Video
Cable Car Mishap: કેબલ કાર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા કારની ટ્રોલીમાં બે સિનિયર સિટીઝન અને ચાર મહિલાઓ સહિત 11 લોકો ફસાયા છે.
Himachal Pradesh : હિમાચલ પ્રદેશમાં પરવાણું (Parwanoo) ટિમ્બર ટ્રેલ (Timber Trail) પર પ્રવાસીઓ સાથેની કેબલ કાર ટ્રોલી (Cable car trolly) હવામાં ફસાઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પરવાણુંના DSP પ્રણવ ચૌહાણના જણાવ્યાં મૂજબ કેબલ કાર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લા દોઢ કલાકથી કેબલ કારની ટ્રોલીમાં બે સિનિયર સિટીઝન અને ચાર મહિલાઓ સહિત 11 લોકો ફસાયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જુઓ હવામાં લટકી રહેલી કેબલ કાર ટ્રોલીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુનો આ વિડીયો
#WATCH Cable car trolly with tourists stuck mid-air at Parwanoo Timber Trail, rescue operation underway; tourists safe#HimachalPradesh pic.twitter.com/mqcOqgRGjo
— ANI (@ANI) June 20, 2022
આ અગાઉ પણ ફસાઈ હતી કેબલ કાર ટ્રોલી
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ કેબલ કર ટ્રોલી ફસાઈ હતી અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યારે બે-ત્રણ દિવસ હવામાં જ લટકી રહેલા પેસેન્જરોમાંથી એક પેસેન્જરે કાર ટ્રોલીમાંથી છલાંગ લગાવી હતી.