શોધખોળ કરો

Jammu and Kashmir: ભારતીય સેનાને મળી મોટી સફળતા, PM મોદીના જમ્મુ-કાશ્મીર પ્રવાસ પહેલા 3 આતંકી ઠાર

Jammu Kashmir Elections 2024: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ડોડામાં જાહેર સભાને સંબોધશે.

Jammu Kashmir Elections 2024: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. શનિવારે (14 સપ્ટેમ્બર, 2024) સવારે સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલુ છે. કારણ કે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ દ્વારા મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે હજુ કેટલાક આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે. જેથી આ સમાચાર બાદ 13-14 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ચક ટપ્પર ક્રીરી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાસ્તવમાં બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાત્રે અથડામણ શરૂ થઈ હતી, જે આખી રાત ચાલુ રહી. આ અંગે અધિકારીઓના જણાવ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકીઓને ઠાર મારવાનું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.

બારામુલ્લામાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને સફળતા મળી જ્યારે શુક્રવારે યુટીના કિશ્તવાડમાં એક અથડામણમાં જેસીઓ સહિત બે સૈનિકો શહીદ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છતરુ પોલીસ સ્ટેશન વિસ્તારના નૈદગામ ગામના ઉપરના વિસ્તારોમાં પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોના સર્ચ પાર્ટીઓ અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે એન્કાઉટર થયું હતું. જેમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી બે જેસીઓ નાયબ સુબેદાર વિપન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારોમાં 2 મહિનાથી આતંકવાદી હુમલા થઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે, જમ્મુ ડિવિઝનના પુંછ, રાજૌરી, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુરના પહાડી જિલ્લાઓમાં બે મહિનાથી વધુ સમયથી સેના, સુરક્ષા દળો અને નાગરિકો પર આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. આતંકવાદીઓ અચાનક હુમલો કરે છે અને પછી પર્વતીય વિસ્તારોના જંગલોમાં ગાયબ થઈ જાય છે. આ હુમલા માટે વિદેશી આતંકવાદીઓનું એક જૂથ જવાબદાર હોવાનું કહેવાય છે. આ આતંકીઓની સંખ્યા 40 થી 50 છે. અહેવાલ બાદ, સેનાએ તે જિલ્લાઓના ગીચ જંગલ વિસ્તારોમાં ચુનંદા પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં તાલીમ પામેલા સૈનિકો સહિત 4,000 થી વધુ પ્રશિક્ષિત સૈનિકોને તૈનાત કર્યા છે.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદી આજે ડોડાની મુલાકાતે 

કેન્દ્રશાસિત પ્રદેશ (UT)માં આવી આતંકવાદી ગતિવિધિઓ પણ મહત્વની અને ચિંતાજનક છે કારણ કે ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે યુટીની મુલાકાત લેશે. તેઓ ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં ચૂંટણી જાહેર સભાને સંબોધશે. ચૂંટણીની જાહેરાત બાદ યુટીમાં પીએમની આ પહેલી રેલી હશે. આ પછી તેઓ 19 સપ્ટેમ્બરે શ્રીનગર પણ જશે. કેન્દ્રીય મંત્રી અને બીજેપી ચૂંટણી પ્રભારી (જમ્મુ અને કાશ્મીર) એ કહ્યું કે છેલ્લી વખત દેશના કોઈ વડાપ્રધાને 1982માં ડોડાની મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં બારામુલ્લા, કુપવાડા અને બાંદીપોરા જિલ્લામાં 1 ઓક્ટોબર, 2024ના રોજ મતદાન થશે.

આ પણ વાંચો...

jammu and Kashmir: કિશ્તવાડમાં આતંકીઓ સાથે અથડામણ, બે જવાન શહીદ, બે ઘાયલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન
આસામમાં પૂરથી 98 લોકોનાં મોત, હિમાચલથી બંગાળ સુધી IMDનું એલર્ટ, ગુજરાતમાં કેવું રહેશે હવામાન

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget