રશિયાની Sputnik-Vની શું છે વિશેષતા અને તેના સાઇડઇફેક્ટ શું છે જાણ
કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ રશિયાની સ્પુતનિક v (Sputnik V)વેક્સીનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ (Emergency Use) માટે મંજૂરી મળી છે. આ વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનથી કેમ અલગ છે. તેમજ તેના સાઇડઇફેક્ટ શું છે જાણીએ...
દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. કોરોનાનું સક્રમણ રોકવા માટે વેક્સિનેશન પર ભાર અપાઇ રહ્યો છે. હાલ દેશમાં કોવેક્સિન અને કોવિશિલ્ડના ઇમરજન્સી ઉપયોગ થઇ રહ્યો છે. તો રશિયાની ત્રીજી વેક્સિનને પણ ભારતે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે ત્રીજી રશિયાની વેક્સિન (Sputnik V)ને મંજૂરી અપાઇ છે. આ વેકસિનની વિશેષતા શું અને તેના સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ..
રસી કેટલી અસરકારક છે?
અન્ય બે વેક્સિનની જેમ સ્પુતનિક વેક્સિના પણ 2 ડોઝ આપવામાં આવશે. ભારત દુનિયાનો 60મો દેશ છે. જેને સ્પુતનિક-5 વેક્સિનને ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસીનું 18 વર્ષની મોટી ઉંમરના 20 હજાર લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. માનવીય પરીક્ષણના તારણ મુજબ વેક્સિન 91.6 ટકા અસરકારક છે.
શું છે આ રસીની સાઇડ ઇફેક્ટ
અત્યાર સુધીમાં આ રસી બાદ કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ કે મૃત્યુના અહેવાલ નથી. વેક્સિન લીધા બાદ તાવ, સાંધામાં દુખાવો, માથામાં દુખાવો, સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા. 19,688 વોલિયન્ટર્સને આ રસીના ડોઝ આપવામાં આવ્યાં હતા. તેમાંથી માત્ર 23 લોકોમાં ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી. હ્યુમન ટ્રાયલ દરમિયાન 4 એવા લોકોના મૃત્યુ થયા હતા. જેમને પહેલાથી કોઇ ગંભીર બીમારી હતી.
કેટલી અસરદાર છે આ ત્રણેય રસી
- ત્રીજા તબક્કાના ટ્રાયલમાં Sputnik V રસીને અસરકારકતા 91.6 ટકા મળી હતી.
- ભારત બાયોટેકની કોવેક્સિનને ત્રીજા તબક્કામાં 81 ટકા એએફસી મળી હતી.
- સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડની એએફસી 62 ટકા નોંધાઈ હતી. જોકે દોઢ ડોઝ બાદ તેની એએફસી 90 ટકા સુધી પહોંચી હતી.
શું છે ડોઝ પેટર્ન
- કોવિશિલ્ડના બે ડોઝ 4-8 સપ્તાહમાં આપવામાં આવે છે. તેને સ્ટોર કરવા ઝીરો તાપમાનની જરૂર નથી.
- કોવેક્સિનના બે ડોઝ 4-6 સપ્તાહમાં અપાય છે. તેને સ્ટોર કરવા 2-8 ડિગ્રી સેલ્સિયલ તાપમાનની જરૂર પડે છે.
- સ્પુતનિક-5 ને પણ બે ડોઝમાં આપવામાં આવે છે અને તેને સ્ટોર કરવા 2-8 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે.
કેટલી છે કિંમત
- કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં જવા પર 250 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવો પડે છે. સરકાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને 150 રૂપિયા પ્રતિ ડોઝ આપી રહી છે.
- સ્પુતનિક 5ની કિંમતને લઈ હજુ સુધી કોઈ ખુલાસ થયો નથી. વિદેશમાં આ રસીની કિંમત 10 ડોલર (આશરે 730 રૂપિયા) પ્રતિ ડોઝ જેટલી છે.
- એક વખત આ રસીનું ભારકતમાં પ્રોડક્શન શરૂ થઈ જશે તો કિંમત ઘણી ઘટી જશે. ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે 10 કરોડ ડોઝ બનાવવાની ડીલ કરી છે. આ ઉપરાંત આઈડીઆઈએફે હેટરો બાયોફાર્મા, ગ્લેંડ ફાર્મા, સ્ટેલિસ બાયોફાર્મા, વિક્ટ્રી બાયાટેક સાથે પણ 85 કરોડ ડોઝ બનાવવાનો કરાર કર્યો છે.