શોધખોળ કરો

હાઈ બ્લડ પ્રેશરથી બચવા ઘરમાં રોજ વપરાતી આ ચીજનો જ્યુસ પીઓ, બીજા પણ ક્યા ફાયદા છે આ જ્યુસથી ?

ડાયટમાં આ જ્યુસને સામેલ કરવાથી કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં રાખી શકાય છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે.

નવી દિલ્હીઃ ગુજરાતમાં હાઈ બ્લડ પ્રેશરના કેસ વધી રહ્યા છે અને તેના કારણ  લોકોમાં ચિંતા પણ વધી રહી છે. નિષ્ણાતોના મતે,    હાઇ બ્લડ પ્રેશરના દર્દી ઘરેલુ ઉપચારો દ્વારા પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકે છે.  દરરોજ એક ગ્લાસ ટામેટાંનો રસ પીવાથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. એક સંશોધન અનુસાર ટામેટાનો રસ બ્લડ પ્રેશરને ઘટાડવાની સાથે-સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રિત કરી શકે છે અને હાર્ટ ડિસીઝને ઘટાડવામાં મદદ કરે છે. 

હાઇ બ્લડ પ્રેશરને સાઇલેન્ટ કિલર પણ માનવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશરના કિસ્સામાં મોટાભાગે ચેતવણીનાં કોઈ લક્ષણ આપ્યા પહેલાં અનિયંત્રિત અને જોખમી સ્તર સુધી પહોંચી જાય છે. આ રોગથી બચવા માટે યોગ્ય સમય પર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે પણ સાથે સાથે પહેલાંથી ટામેટાનો જ્યુસ પીવા જેવા રસ્તા અપનાવો તો હાઈઆ બ્લડ પ્રેશરથી બચી શકાય છે.

ટામેટાંના રસમાં બાયોએક્ટિવ તત્ત્વ જેવા કે કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હોય છે. લગભગ દરેક લાલ ફળમાં કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ મળી આવે છે. કેરોટીનૉયડ, વિટામિન એ, કેલ્શિયમ અને એમિનોબ્યૂટ્રિક એસિડ હાર્ટ ડિસીઝની સારવાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. લાલ ફળોમાં લાઇકોપીન પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે એક એન્ટીઑક્સીડેન્ટ તત્ત્વ છે. 

ટામેટાંનો રસ દરરોજ પીવાથી બીજા પણ ફાયદા છે. ટામેટાનો રસ આંખ અને સ્કિન માટે પણ ઘણો સારો છે. તેમાં રહેલા અલગ અલગ પ્રકારના વિટામિન્સ સોજાને ઘટાડવામાં અને તમારી કોશિકાઓને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવે છે. ટામેટાંનાં જ્યૂસમાં વિટામિન સી, વિટામિન બી અને પોટેશિયમ જેવા કેટલાય મહત્ત્વપૂર્ણ પોષક તત્ત્વ હોય છે જે એક હેલ્ધી શરીર માટે ખૂબ જ જરૂરી છે. રોજ 3 થી 4 ટામેટાને મિક્સીમાં બ્લેન્ડ કરીને તેમાં થોડુક પાણી મિક્સ કરીને ગાળી લેવાથી જ્યુસ બની જાય છે.  આ જ્યુસને મીઠા વગર પીવું વધારે ફાયદાકારક હોય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget