શોધખોળ કરો
Advertisement
COVID-19:દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાા 28 હજારને પાર, 6362 દર્દી સ્વસ્થ થયા
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા આજે 28 હજારને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે સાડા પાંચ વાગ્યે આંકડા જાહેર કર્યા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા આજે 28 હજારને પાર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સાંજે સાડા પાંચ વાગ્યે આંકડા જાહેર કર્યા છે. તે મુજબ, અત્યાર સુધીમાં 28380 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને તેમાંથી 6362 દર્દીઓ સ્વસ્થ થયા છે. 886 લોકોના મોત થયા છે. આ સમયે દેશના અલગ-અલગ હોસ્પિટલોમાં 21132 કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1463 નવા કેસ અને 60 મૃત્યુ નોંધાયા છે. 24 કલાકમાં આ મૃત્યુનો આંક અત્યાર સુધીમાં સૌથી વધુ છે.
આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં અત્યાર સુધીમાં 22.17 ટકા સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 25 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોના 85 જિલ્લાઓમાંથી છેલ્લા 14 દિવસમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નથી નોંધાયો.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, દેશના 16 જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા 28 દિવસમાં કોરોનાનો કોઈ કેસ નથી નોંધાયો. COVID19 ફેલાવા માટે કોઈ સમુદાય અથવા વિસ્તારને લેબલ આપવું જોઈએ નહીં. ખાસ કરીને, હેલ્થકેર અને સેનિટરી કામદારો અથવા પોલીસને ટાર્ગેટ કરવા જોઈએ નહીં કારણ કે તેઓ તમારી સહાયતા માટે છે.
આંધ્રપ્રદેશમાં 1177,અંદામાન નિકોબારમાં 33,અરૂણાચલ પ્રદેશમાં 1, આસામમાં 36,બિહારમાં 277,ચંદીગઢમાં 30,છત્તીસગઢમાં 37,દિલ્હામાં 2918, ગોવામાં 7,ગુજરાતમાં 3301, હરિયાણામાં 289, જમ્મુ કાશ્મીરમાં 523 કોરોના પોઝિટિવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દુનિયા
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion