શોધખોળ કરો

પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટિપ્સ

First Time Air Travel Tips: પહેલીવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છો? એરપોર્ટ પહોંચવાથી લઈને બોર્ડિંગ સુધી યાદ રાખો આ મહત્વની ટીપ્સ

First Time Flyer Guide: જો તમે પહેલીવાર હવાઈ મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો ઉત્સાહની સાથે મનમાં અનેક સવાલો હોવા સ્વાભાવિક છે. એરપોર્ટ પર ક્યારે પહોંચવું, કયા દસ્તાવેજો સાથે રાખવા, ચેક-ઇન કેવી રીતે કરવું અને સામાન કેટલો લઈ જઈ શકાય જેવી બાબતોની અગાઉથી જાણકારી હશે તો તમારી પ્રથમ હવાઈ મુસાફરી સરળ અને તણાવમુક્ત બની શકે છે.

સૌથી પહેલા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો

મુસાફરી પહેલાં તમારી ફ્લાઇટ ટિકિટ અને ઓળખપત્ર ચકાસી લો. ડોમેસ્ટિક  મુસાફરી માટે આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા સરકાર દ્વારા જાહેર  કરાયેલ કોઈપણ માન્ય ફોટો આઈડી સાથે રાખો.

જો તમે વિદેશ પ્રવાસે જઈ રહ્યા હોવ તો પાસપોર્ટ અને જરૂરી હોય તો વિઝા પણ સાથે રાખવો જરૂરી છે.

ખાસ ધ્યાન રાખો કે ટિકિટ પર લખાયેલું નામ અને ઓળખપત્રમાં આપેલું નામ એકસરખું હોવું જોઈએ. નામમાં તફાવત હોય તો એરપોર્ટમાં પ્રવેશ અથવા બોર્ડિંગ દરમિયાન મુશ્કેલી પડી શકે છે.

મુસાફરીના દિવસે શું કરવું?

એરપોર્ટ જવા પહેલાં તમારી ફ્લાઇટનું સ્ટેટસ જરૂર ચેક કરો. ખરાબ હવામાન અથવા અન્ય કારણોસર ફ્લાઇટના સમયમાં ફેરફાર થઈ શકે છે.

  • ઘરેલુ ફ્લાઇટ માટે ઓછામાં ઓછા 2 કલાક પહેલાં
  • આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું યોગ્ય માનવામાં આવે છે.

સામાન પેક કરતી વખતે એરલાઇનના બેગેજ નિયમોનું પાલન કરો. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન હશે તો વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે.

જે વસ્તુઓ ફ્લાઇટમાં લઈ જવાની મંજૂરી ન હોય તે બેગમાં ન રાખો. જો તમારી પાસે રમતગમતનો સામાન, અથાણાં અથવા અન્ય ખાદ્ય વસ્તુઓ હોય તો પહેલાં સંબંધિત એરલાઇનના નિયમો જાણી લો.

એરપોર્ટ પર શું ધ્યાન રાખવું?

એરપોર્ટ પહોંચ્યા બાદ સૌથી પહેલાં ચેક-ઇન અને બેગેજ ડ્રોપની પ્રક્રિયા પૂર્ણ કરો.

જો તમે પહેલેથી જ ઓનલાઇન ચેક-ઇન કરી લીધું હોય તો તમારો ઘણો સમય બચી શકે છે.

ત્યારબાદ સુરક્ષા તપાસ (Security Check)માંથી પસાર થવું પડશે. આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં ઇમિગ્રેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી પડે છે.

બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સમયસર તમારા બોર્ડિંગ ગેટ પર પહોંચી જાઓ.

ફ્લાઇટમાં બેઠા પછી શું કરવું?

ફ્લાઇટમાં બેઠા પછી તરત જ સીટ બેલ્ટ બાંધી લો અને કેબિન ક્રૂ દ્વારા આપવામાં આવતી તમામ સુરક્ષા સૂચનાઓનું પાલન કરો.

મુસાફરી દરમિયાન કોઈ મદદની જરૂર પડે તો કેબિન ક્રૂનો સંપર્ક કરવામાં સંકોચ ન રાખો.

જો મુસાફરી લાંબી હોય તો પૂરતું પાણી પીતા રહો અને હળવો ખોરાક લો, જેથી સફર આરામદાયક રહે.

મંઝિલ પર પહોંચ્યા બાદ

ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી બેગેજ બેલ્ટ પરથી તમારો સામાન લઈ લો.

જો સામાન નુકસાન પામ્યો હોય અથવા ન મળ્યો હોય તો તરત જ એરલાઇનના હેલ્પ ડેસ્ક પર ફરિયાદ નોંધાવો.

થોડી તૈયારી, યોગ્ય માહિતી અને જરૂરી સાવચેતી રાખવાથી તમારી પ્રથમ હવાઈ મુસાફરી સરળ, સુરક્ષિત અને યાદગાર બની શકે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

Embed widget