શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મમતા બેનર્જીના મંત્રીએ કહ્યુ- ટ્રિપલ તલાક પર કાયદો માનીશું નહી, આ ઇસ્લામ પર હુમલો
મમતા બેનર્જીની સરકારમાં મંત્રી સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે તે ટ્રિપલ તલાક બિલ પાસ થવું દુખનો વિષય છે
કોલકત્તાઃ ટ્રિપલ તલાકને ગુનો ગણતું બિલ ભલે જ દેશમાં કાયદા તરીકે લાગુ થઇ ગયું છે. પરંતુ પશ્વિમ બંગાળનામંત્રીએ તેને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. મમતા બેનર્જીની સરકારમાં મંત્રી સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે તે ટ્રિપલ તલાક બિલ પાસ થવું દુખનો વિષય છે. આ ઇસ્લામ પર હુમલો છે. તે જમીયત ઉમેલા-એ-હિંદના અધ્યક્ષ પણ છે. સિદ્દિકુલ્લાહ ચૌધરીએ કહ્યું કે, અમે ટ્રિપલ તલાક પર બનેલા કાયદાને સ્વીકાર કરીશું નહીં.
જમીયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષે કહ્યું કે, જ્યારે તેના પર કેન્દ્રિય કમિટિની બેઠક થશે તો અમે આગળની કાર્યવાહી પર વિચાર કરીશું. ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદાને લઇને મમતા બેનર્જીના મંત્રીનું આ નિવેદન આવવાથી રાજકીય વિવાદ પેદા થઇ ગયો છે. ખાસ કરીને પશ્વિમ બંગાળમાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આલોચના શરૂ કરી છે. નોંધનીય છે કે મંગળવારે રાજ્યસભાએ ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી હતી અને હવે રાષ્ટ્રપતિએ પણ બિલ પર હસ્તાક્ષર કરીને બિલને મંજૂરી આપી દીધી હતી. નવા બનેલા કાયદામાં ટ્રિપલ તલાક આપનારા ગુનેગારને ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.Siddiqullah Chowdhury, West Bengal Minister & President of Jamiat Ulema-e-Hind's West Bengal Unit on #TripleTalaqBill: It is a matter of grief, it is an attack on Islam. We will no accept it. When there will be central committee meeting, we'll decide on further course of action. pic.twitter.com/KctYffBJ5j
— ANI (@ANI) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion