શોધખોળ કરો
Advertisement
ટીએસ તિરુમુર્તિ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરાયા
ભારતીય વિદેશ સેવાના 1985 બેચના અધિકારી તિરુમુર્તિ ન્યૂયોર્ક સ્થિત ભારતના સ્થાયી યૂએન મિશનમાં સૈય્યદ અકબરુદ્દીનનું સ્થાન લેશે.
નવી દિલ્હી: ટીએસ તિરુમુર્તિને બુધવારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય વિદેશ સેવાના 1985 બેચના અધિકારી તિરુમુર્તિ ન્યૂયોર્ક સ્થિત ભારતના સ્થાયી યૂએન મિશનમાં સૈય્યદ અકબરુદ્દીનનું સ્થાન લેશે.
વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને તિરુમુર્તિને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલમાં રાજદૂત/ સ્થાયી પ્રતિનિધિ નિયુક્ત કરવાની જાણકારી આપી છે. જ્યારે યૂએન મુખ્યાલયમાં 4 વર્ષથી વધુ સમય ભારતીય મિશિનું નેતૃત્વ કરી ચૂકેલા વિદેશ મંત્રાલયના પૂર્વ પ્રવક્તા અકબરુદ્દીન 30 એપ્રિલના રોજ સેવાનિવૃત થઈ રહ્યાં છે. વિદેશના 1985 બેચમાં જ અકબરુદ્દીનના સાથી ટીએમસ મિરુમુર્તિ હાલમાં સચિવ ઇકોનોમિક રિલેસન્સના પદ પર છે. તિરુમુર્તિ આ પહેલા મલેશિયામાં ભારતીય રાજદૂત પણ રહી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement