શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરને ચીનનો ભાગ બતાવીને વિવાદોમાં સપડાયુ ટ્વીટર, લોકોએ કર્યો જોરદાર વિરોધ
ગોખલેએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર લખ્યું- મે હમણાં જ હોલ ઓફ ફેમ પરથી લાઇવ કર્યુ છે. સ્થાન તરીકે હોલ ઓફ ફેમ આપતા અને અનુમાન લગાવ્યુ કે આ જમ્મુ અને કાશ્મીર, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇના શું કરી રહ્યું છે, શું તમે લોકો પાગલ છો
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પર એક મોટી ધમાલ મચી ગઇ છે, કેમકે ટ્વીટર ઇન્ડિયાએ ટાઇમલાઇન્સ પર જમ્મુ-કાશ્મીરને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ બતાવી દીધો છે. માઇક્રોબ્લૉગિંગ સાઇટની ભૂલ નેશનલ સિક્યૂરિટી એનેલિસિસ્ટ નીતિન ગોખલે દ્વારા ધ્યાનમાં લેવામાં આવી હતી, જે લેહના પૉપ્યુલર યુદ્ધ સ્મારક, હૉલ ઓફ ફેમથી બપોરે 12 વાગ્યાની આસપાસ લાઇવ થયા હતા.
ગોખલેએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર લખ્યું- મે હમણાં જ હોલ ઓફ ફેમ પરથી લાઇવ કર્યુ છે. સ્થાન તરીકે હોલ ઓફ ફેમ આપતા અને અનુમાન લગાવ્યુ કે આ જમ્મુ અને કાશ્મીર, પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇના શું કરી રહ્યું છે, શું તમે લોકો પાગલ છો.
ગુપ્તાએ દુરસંચાર અને સૂચના ટેકનોલૉજી મંત્રી રવિશંકર પ્રસાદને ટેગ કરતા લખ્યું- તો ટ્વીટરે જમ્મુ તથા કાશ્મીરના ભૂગોળને બદલવાનો નિર્ણય લીધો છે, અને જમ્મુ તથા કાશ્મીરની પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ તરીકે બતાવવાનો નિર્ણય કર્યો છે. શુ આ ભારતના કાયદાનુ ઉલ્લંઘન નથી, ભારતમાં તો લોકોને નાની નાની વાતોમાં સતાવવામાં આવે છે. શુ અમેરિકાની બિગ ટેક કંપની કાયદાથી ઉપર છે.
કેટલાય નેટિજન્સે પ્રસાદ અને સરકાર પાસે ટ્વીટર ઇન્ડિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનુ કહ્યુ- એક નેટિજને કહ્યું - ટ્વીટર ઇન્ડિયા, તો તમારા પ્રમાણે લેહ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ છે. વળી બીજા યૂઝરે પ્રસાદ પાસે કાર્યવાહીની માંગ કરતા કહ્યુ- કૃપા કરીને આ મામલાને જુઓ અને ઉચિત કાર્યવાહી કરો. આ ઉચિત સમય છે કે આ મોટા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને આની મુખર્તા માટે સબક શિખવાડવામાં આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement