શોધખોળ કરો
Advertisement
ટ્વિટરે અમિત શાહનો પ્રોફાઈલ ફોટો હટાવવા પર કર્યો આ ખુલાસો, કહ્યું- ભૂલથી.....
અમિત શાહની તસવીર ફરી લગાવી દેવામાં આવી, પરંતુ ટ્વિટરે આ મામલે કોઈ વિગતો શેર નથી કરી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રોફાઈલ તસવીર હટાવવા પર માઈક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ અજાણતા થ યેલી ભૂલ છે. ટ્વિટરના એક પ્રવક્તાએ કહ્યું કે, ભૂલને કારણે સોશિયલ મીડિયા સાઇટને કામચલાઉ ધોરણે ગ્લોબલ કોપીરાઇટ પોલિસી અંતર્ગત લોક કરવી પડી હતી.
પ્રવક્તાએ કહ્યું, “અજાણતા થયેલ આ ભૂલને કારણે અમે ગ્લોબલ કોપીરાઇટ પોલિસિસ અંતર્ગત કામચલાઉ રીતે એકાઉન્ટને લોક કરવું પડ્યું. આ નિર્ણય ફરી બદલવામાં આવ્યો અને એકાઉન્ટ હવે પૂરી રીતે કામ કરી રહ્યું છે.”
ગુરુવારે ‘કોપીરાઇટ હોલ્ડલના રિપોર્ટ’ પર અમિત શાહની તસવીર તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી હટાવી દેવામાં આવી હતી. તેના પર તેમના 23.6 મિલિયન ફોલોઅર્સ છે. અમિત શાહની પ્રોફાઇલ તસવીર પર ક્લિક કરવા પર ખાલી પેજની સાથે આ મેસેજ જોવા મળતો હતોઃ “મીડિયા નોટ ડિસ્પ્લેડ. કોપી રાઇટ હોલ્ડરના રિપોર્ટના રિસ્પોન્સમાં આ તસવીર હટાવાવમાં આવી છે.”
જોકે, અમિત શાહની તસવીર ફરી લગાવી દેવામાં આવી, પરંતુ ટ્વિટરે આ મામલે કોઈ વિગતો શેર નથી કરી.
ટ્વિટર તરફથી અમિત શાહની પ્રોફાઇલ તસવીરને અજાણતા જ બ્લોક કરવાની આ ઘટના એ દિવસે સામે આવી જ્યારે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌદ્યોગિક મંત્રાલય તરફથી તેને નોટિસ પાઠવી પાંચ દિવસમાં તેના એ વાતનો જવાબ આપવા કહેવામાં આવ્યું કે, આખરે લેહને લદ્દાખની જગ્યાએ જમ્મુ કાશ્મીરનો હિસ્સો બતાવવા પર તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્રવાઈ શા માટે ન કરવામાં આવે.
જોકે, ટ્વિટરે કહ્યું કે, તેણે સરકારને પત્રનો જવાબ આપી દીધે, પરંતુ તેણે એ નક્શામાં હજુ સુધી સુધારો નથી કર્યો જેમાં લેહને કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ બતાવવાનો હતો ન તો જમ્મુ કાશ્મીરનો.
આ પહેલા ટ્વિટરે લેને ચીનનો ભાગ ગણાવ્યો હતો, ત્યાર બાદ મંત્રાલય તરફતી ટ્વિટરના સીઈઓ ડોર્જીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ એ ભૂલને સુધારી લેવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement