Twitter Grievance Officer: Twitter એ રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસર તરીકે કોની કરી નિમણૂક ? જાણો વિગત
માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરની નિમણૂક કરી છે. કંપનીએ વિનય પ્રકાશને આ પદ સોંપ્યું છે.
નવી દિલ્હીઃ માઈક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરે રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરની નિમણૂક કરી છે. કંપનીએ વિનય પ્રકાશને આ પદ સોંપ્યું છે. વેબસાઈટમાં આપવામાં આવેલી જાણકારી મુજબ પોતાની ફરિયાદો મોકલવા માટે તમે વિશનય પ્રકાશને grievance-officer-in @ twitter.com પર ઈમેલ કરી શકો છો.
Twitter names Vinay Prakash as its Resident Grievance Officer for India pic.twitter.com/zSMyFwAUjj
— ANI (@ANI) July 11, 2021
કંપનીએ આ પગલું ભારતના Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) નિયમ 2021ની કલમ 4(ડી) અંતર્ગત કર્યુ છે. ટ્વીટરે ભારતમાં યૂઝર્સની ફરિયાદોને ઉકેલવાના સંબંધમાં માસિક રિપોર્ટ પબ્લિશ કરવો જરૂરી છે. જેમાં આ ફરિયાદો માટે શું કાર્યવાહી કરવામાં આવી તે જણાવવાનું રહેશે. આ પહેલા દિલ્હી હાઇકોર્ટે મામલાની સુનાવણી કરતા ટ્વીટરને જલદી રેસિડેંટ ગ્રીવાંસ ઓફિસરની નિમણૂક કરવા કહ્યું હતું.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે. ગઈકાલે 18 લાખ 43 હજાર 500 કોરોના ટેસ્ટ કકવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,60,32,586 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે. હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે.