શોધખોળ કરો
Advertisement
સિયાચિન 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન, બે જવાન શહીદ
લદ્દાખના દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં હિમસ્ખલનની લપેટમાં આવવાથી બે જવાન શહીદ.
નવી દિલ્હી: દેશની સુરક્ષા માટે તૈનાત બે જવાનોએ શનિવારે કુદરતી આફતમાં જીવ ગુમાવ્યો હતો. સરંક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે લદ્દાખના 18 હજાર ફૂટની ઊંચાઈ પર દક્ષિણ સિયાચિન ગ્લેશિયરમાં હિમસ્ખલનની લપેટમાં આવવાથી બે જવાન શહીદ થઈ ગયા હતા. આ પહેલા પેટ્રોલિંગ ગ્રુપ બર્ફ નીચે દબાયા હોવાની જાણકારી મળી હતી. જેના બાદ રાહત અને બચાવ કાર્ય શરૂ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે આ મહીનાની 18 તારીકે બરફના તોફાનમાં ચાર જવાન અને બે પોર્ટરના મોત થયા હતા. સિયાચિન ગ્લેશિયર હાલમાં જ બનેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખનો ભાગ છે અને તે દુનિયાના સૌથી ઉંચું રણક્ષેત્ર માનવામાં આવે છે. સિયાચિન ગ્લેશિયર જ ભારતનું એક માત્ર એવું યુદ્ધક્ષેત્ર છે જ્યાં ખરાબ હવામાનથી થયેલા મોત બાદ જવાનને ‘કિલ્ડ ઇન એક્શન’ (વિરગતિ)નો દર્જો આપવામાં આવે છે.Indian Army:Army patrol operating at approx 18,000 ft in Southern Siachen Glacier was hit by avalanche,during early hours today.Avalanche Rescue Team rushed&managed to locate&pull out the patrol team. Helicopters helped to evacuate victims. 2 Army personnel succumbed in avalanche
— ANI (@ANI) November 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement