શોધખોળ કરો
છત્તીસગઢ: કાંકેરમાં નક્સલી હુમલામાં BSFના બે જવાન શહીદ

કાંકરે: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડમણમાં બીએસએફના 2 જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે અન્ય એક જવાન ઘાયલ થઈ ગયો છે જેને રાયપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જાણાકારી અનુસાર નક્સલીઓ વિરુદ્ધ ઓપરેશન પર નિકળેલા બીએસએફના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. ઘટના રવિવારે વહેલી સવારે 3.45 વાગ્યે બની હતી. શહિદ જવાન બીએસએફની 175મી બટાલિયનના હતા. હુમલામાં ઘાયલ જવાનને રાયપુર લાવવા માટે એમઆઈ-11 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર અડધા રસ્તેથી પરત જવું પડ્યું. ઘાયલ જવાનની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. નક્સલ મુખ્યાલયના ડીઆઈજી સુંદરરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે શહિદ જવાન લોકન્દ્ર સિંહ રાજસ્થાનના રહેવાસી છે અને મુખ્ત્યાર સિંહ પંજાબનો છે. ઘાયલ થયેલો જવાન સંદીપ ડે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. પાંચ દિવસમાં પખાંજૂર વિસ્તારમાં આ બીજી ઘટના છે. આ પહેલા 9 જુલાઈએ આઈઈડી બ્લાસ્ટમાં બીએેસએફના બે જવાન થઈ ગયા હતા. જ્યારે 11 જુલાઈએ પોલીસે બે નક્સલીઓને ઠાર કર્યા હતા.
વધુ વાંચો





















