શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન પર તૈનાત બે મહિલા પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર બે મહિલા પોલીસ અધિકારીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા પર બે મહિલા પોલીસ અધિકારીઓનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ અનુસાર, બે પોલીસ સહાયક પોલીસ નિરીક્ષક અને એક કોન્સ્ટેબલ મુંબઈના માલાબાર હિલ વિસ્તારમાં મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે તૈનાત કરવામાં આવ્યા હતા.
જ્યારે આ મહિલા પોલીસકર્મીઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા તો પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાલ બ્રાંદ્રા સ્થિત પોતાના નિવાસ સ્થાન પર રહે છે.
માલાબાર હિલ્સમાં ઘણા મંત્રીઓના નિવાસ સ્થાન છે, આજ કારણે અહીં સુરક્ષા વ્યવસ્થા કડક છે. કોરોના વાયરસના કારણે અહીં ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ અહીં તૈનાત ઘણા અધિકારીઓના સેમ્પલ લીધા હતા અને તપાસમાં મોકલ્યા છે.
મહારાષ્ટ્રમાં નવા 552 કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 5218 પર પહોંચી છે. આ આંકડો દેશભરમાં સૌથી વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion