શોધખોળ કરો
Advertisement
હરિયાણા: બીફ ખાધુ હોવાનો આરોપ મૂકી બે મહિલાઓનો કર્યો ગેંગરેપ
મેવાત: બે અઠવાડિયા પહેલા થયેલા ગેંગરેપ કેસમાં પીડિત મહિલાઓમાંથી એકે જણાવ્યું કે તેમના પર બીફ ખાવાના આરોપમાં રેપ કરવામાં આવ્યો હતો.
એક્ટિવીસ્ટ શબનમ હાશ્મીની હાજરીમાં પીડિત મહિલાએ આ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે આરોપીએ પહેલા તેમને પૂછ્યું કે શું તેમણે બીફ ખાધુ છે કે નહિ, તેમણે ના પાડી હતી.
જો કે પોલીસનું કહેવું છે કે પીડિતાઓએ કે તેમના પરિવારજનોએ આ પહેલા આવી કોઈ વાત
તપાસમાં કરી નહોતી. વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે આ કેસમાં હજી સુધી કોઈ ગૌરક્ષક દળનો હાથ હોય તેમ લાગતું નથી.
20 વર્ષીય અને 14 વર્ષની તેની પીતરાઈ બહેનને 24 ઓગસ્ટના રોજ તેમના ઘરમાં કેટલાક શખ્સો દ્વારા ગેંગરેપ કર્યા હોવાના અહેવાલ હતા. તેના કાકા-કાકીને બાંધી દઈને તેમને માર મારતા મોત થયું હતું.
આ કેસમાં હરિયાણા પોલીસે ચારની ધરપકડ કરી હતી. આ તમામ સામે રેપ અને હત્યાનો ગુનો નોઁધવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક મહિનામાં ગૌરક્ષક દળોએ શંકાના આધારે ગાયના સ્મગલર્સ પર હુંલો કરી રહ્યા છે. જૂનમાં એક ડ્રાઈવરને બીફ લઈ જવાનો આરોપ મૂકી માર્યો હતો તેમણે મેવાત હાઈવે પરની બિરિયાની શોપ સામે પણ ફરિયાદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement