શોધખોળ કરો
ઈંગ્લેંડે કરી નવા વીઝા નિયમોની જાહેરાત, ભારતીય IT વ્યવસાયકોને થશે નુકશાન

નવી દિલ્લી: પ્રવાસીઓની સંખ્યા અવારનવાર થતા વધારાના કારણે બ્રિટનની સરકારે યૂરોપીય સંધથી બહારના લોકો માટે પોતાના વિઝાના નિયમોમાં બદલાવ કર્યા છે. જેથી મોટી સંખ્યામાં ભારતીયો અને ખાસ કરીને આઈટી વ્યવસાય વાળા પ્રભાવિત થશે.
બ્રિટેનના ગૃહ મંત્રાલય તરફથી કાલે સાંજે નિયમોમાં ફેરફાર કર્યા બાદ નવા વીઝા નિયમો અનુસાર સ્થળાંતર વર્ગ-2 માટે 24 નવેંબર પછી આવેદન કર્તા માટે અનિવાર્ય ન્યૂનતમ રકમ 30 હજાર પાઉંડ થશે. આ પહેલા આ રાશી 20,800 પાઉંડ હતી.
આઈસીટી માધ્યમનો ઉપયોગ વધારે બ્રિટન સ્થિત ભારતીય આઈટી કંપનીઓ કરે છે. બ્રિટનની આવજ્રન સલાહકાર સમિતિની આ વર્ષે માલૂમ પડ્યુ કે આ રસ્તા પરથી વીઝાઓમાં લગભગ 90 ટકા વીઝા પર ભારતીય આઈટી વ્યવસાય વાળા આવેલા છે.
આ બદલાવ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મે ના ત્રણ દિવસીય ભારત યાત્રાના રવિવારે ભારત પહોંચે તે પહેલાના થોડા દિવસ પહેલા જ કરવામા આવી. બ્રિટનના ગૃહમંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બદલાવ બે ચરણમાં કરવામાં આવ્યો છે. જેમાં પહેલા ચરણની જાહેરાત સરકારે માર્ચમા કરી હતી. આ સંર્દભે કોઈ આદેશ નહી આવે તો 24 નવેંબરથી લાગૂ કરવામાં આવશે.
વધુ વાંચો
Advertisement





















