Ukraine Medical Students: યુક્રેનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને MBBS પરીક્ષાનો વન-ટાઇમ ઓપ્શન આપશે સરકાર
યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઇનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન-ટાઇમ ઓપ્શનનો વિકલ્પ આપવામાં આવશે.
યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓને MBBSની ફાઇનલ પરીક્ષા (ભાગ 1 અને ભાગ 2) પાસ કરવા માટે વન-ટાઇમ ઓપ્શનનો વિકલ્પ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓને MBBSની અંતિમ પરીક્ષા પાસ કરવાની તક આપવામાં આવશે. આ પછી આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં તેના આધારે વધુ છૂટની માંગ કરી શકશે નહીં.
#BREAKING For Ukraine medical students who returned back to India
Central Govt informs #SupremeCourtofIndia that:
👉 Students will be given a final chance to clear MBBS part 1 and part 2 without enrolling in any existing medical colleges
👉 Theory exam to be based on Indian… pic.twitter.com/WVZD8r8xFg — Bar & Bench (@barandbench) March 28, 2023
સરકારના જણાવ્યા અનુસાર યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની ફાઇનલ પરીક્ષા (ભાગ-1 અને ભાગ-2) એમબીબીએસ પરીક્ષાની પેટર્ન પર હશે. તેઓએ એક વર્ષમાં પરીક્ષા પાસ કરવી પડશે. સરકારે સ્પષ્ટ કર્યું કે આવા વિદ્યાર્થીઓ માટે અંતિમ પરીક્ષા પાસ કરવાની આ છેલ્લી તક હશે. આ સ્થિતિમાં જ વિદ્યાર્થીઓને આવી સુવિધા આપવામાં આવશે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ અંગે છૂટની માંગ કરી શકશે નહીં.
કેન્દ્રના જણાવ્યા મુજબ, આ બે પરીક્ષાઓ ક્લિયર કર્યા પછી વિદ્યાર્થીઓએ બે વર્ષની ફરજિયાત રોટરી ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે, જેમાંથી પ્રથમ વર્ષ મફત હશે અને બીજા વર્ષે ચૂકવણી કરાશે. જેમ કે નેશનલ મેડિકલ કમિશન (NMC) એ અગાઉના કેસોમાં નિર્ણય લીધો હતો. જો કે તેને અહીંની કોઈપણ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે નહીં.
આ વિદ્યાર્થીઓની ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર દ્વારા રચવામાં આવેલી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ વન-ટાઇમ ઓપ્શન હશે.