શોધખોળ કરો
ESIC એ નિયમમાં કર્યો બદલાવ, હવે નોકરી ગુમાવ્યાના 15 દિવસ અંદર મળશે બેરોજગારી ભથ્થુ
24 માર્ચ 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં નોકરી ગુમાવી છે તેમને હવે ત્રણ મહિનાનો 50 ટકા પગાર મળશે. પહેલા આ રકમ 25 ટકા હતી.

કોરોના સંક્રમણમાં ઘણી પ્રાઈવેટ કંપનીઓમાં મોટા પ્રમાણમાં લોકોએ નોકરી ગુમાવી છે. જેના કારણે ઘણા લોકો બેકાર બની ગયા છે. ESICએ પોતાના નિયમોમાં બદલાવ કર્યો છે. જે મુજબ 24 માર્ચ 2020 થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં નોકરી ગુમાવી છે તેમને હવે ત્રણ મહિનાનો 50 ટકા પગાર મળશે. પહેલા આ રકમ 25 ટકા હતી. અલગ-અલગ સેક્ટરમાં કામ કરતા 40 લાખ કર્મચારીઓને ફાયદો થશે. સરકારે કટોકટીના સમયમાં નોકરી ગુમાવનારાઓને બેકારી ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. કે આ બેરોજગારી ભથ્થાનો લાભ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ નોંધાયેલા કર્મચારીઓને આપવામાં આવશે. કામદારોને અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ લાભ થશે. તેનું સંચાલન ઈએસઆઈસી દ્વારા થાય છે. હવે તેને 30 જૂન 2021 સુધી વધારવામાં આવી છે. જે કર્મચારીઓ જે ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા નથી તેઓને આ સરકારી યોજનાનો લાભ મળશે નહીં. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે શુક્રવારે કહ્યું કે કર્મચારીઓ રાજ્ય વિમા નિગમ ESIC ની અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ બેરોજગારી લાભના દાવાનું આવેદન કર્યાના 15 દિવસની અંદર રકમ ચૂકવવામાં આવશે. સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે સરકારની આ યોજનાનો લાભ મહત્તમ સંખ્યામાં લોકોને ત્રણ મહિના સુધી મળશે. આ માટે, તે ત્રણ મહિનાના સરેરાશ પગારના 50 ટકા દાવો કરી શકે છે. જો કે, અગાઉ માત્ર 25 ટકા પગારનો દાવો કરવામાં આવ્યો હતો અને કર્મચારી નોકરી છોડ્યા પછી 90 દિવસથી તેનો લાભ મેળવતો હતો. પરંતુ હવે આ સમય મર્યાદા પણ 25 દિવસ કરી દેવામાં આવી છે.
વધુ વાંચો





















