શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમિત શાહ સાજા થઈ જતાં AIIMSમાંથી કેટલા વાગ્યે અપાઈ રજા?
અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)માંથી રજા આપવામાં આવી છે. રવિવારે દિલ્લી AIIMSએ એક નિવેદનમાં જાહેરાત કરતાં કહ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહ સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તેમને રજા આપવામાં આવશે. આ જાહેરાતના એક દિવસ પછી આજે સોમવારે સવારે સાત વાગ્યે અમિત શાહને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. AIIMS દ્વારા
અમિત શાહને 18 ઓગસ્ટે હળવા તાવના પગલે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબિયત સારી છે અને તેમને બહુ જલદી ડિસ્ચાર્જ કરાશે એવી જાહેરાત ઓળ ઈડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ) દ્વારા રવિવારે કરવામાં આવી હતી. કોરોનાની સારવાર પછી ફરી તબિયત લથડતાં અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે દિલ્હીની એઈમ્સમાં દાખલ કરાયા હતા.
ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી છે એવી જાહેરાત એઈમ્સે શનિવારે કરી હતી. એઈમ્સ દ્વારા એ પણ કહેવાયું હતું કે, તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. 55 વર્ષના શાહને શરીરમાં દુખાવો, થાક અને ચક્કરની ફરીયાદ હતી. એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાની આગેવાનીમાં સારવાર ચાલી રહી હતી. 2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. ગુરગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ હતી પણ પછી તરત જ થાકની ફરિયાદના પગલે 18 ઓગસ્ટના રોજ તેઓ એઈમ્સમાં દાખલ થઈ ગયા હતા.Union Home Minister Amit Shah discharged from AIIMS, Delhi. He was admitted here on August 18 for post-COVID care: Government Sources (file pic) pic.twitter.com/cfzxVECuxU
— ANI (@ANI) August 31, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion