શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં 3 મહિના બાદ ખૂલ્યા સલૂન, દુકાનદાર અને ગ્રાહકોએ આ નિયમોનું કરવું પડશે પાલન, જાણો વિગતે
સલૂનની અંદર પ્રવેશતા જ કસ્ટમરને સૌથી પહેલા સેનેટાઇઝ કરવામાં આવશે.
મુંબઈઃ દેશમાં કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ આજે માયાનગરી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સવારથી પ્રથમ વખત સલૂન ખૂલ્યા છે. 3 મહિના બાદ સલૂન ખૂલતાં જ ઘણી દુકાનોમાં વાળ કપાવવા લોકોની લાઇન લાગી હતી.
મુંબઈમાં સલૂન શોપના માલિકે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, "ફરી વાર સલૂન ખોલવાની મંજૂરી આપવા બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ. દરેક સાધનને અમે ઉપયોગમાં લેતા પહેલા સેનિટાઇઝ કરીશું. સલૂનને દર બે કલાકે સેનિટાઇઝ કરવામાં આવશે."
આ નિયમોનું કરવું પડશે પાલન
સલૂનની અંદર પ્રવેશતા જ પહેલા સેનેટાઇઝ કરવામાં આવશે. જે બાદ સોશિયલ ડિસ્ટેન્સ રાખીને ટેમ્પરેચર ચેક કર્યા બાદ સીટ પર બેસાડવામાં આવશે. ગ્રાહકને સેવા આપતી વખતે જે કિટનો ઉપયોગ કરવામાં આવશે તેને સેવા આપ્યા બાદ ફેંકી દેવામાં આવશે. આ કિટ ફરીથી ઉપયોગમાં નહીં લેવામાં આવશે. દરેક ગ્રાહકના ગયા બાદ તે જે સીટ પર બેઠો હશે તેને સાફ કરવામાં આવશે.
સલૂનમાં વાળ કપાવવા આવતાં ગ્રાહકો અને કારીગરો બંને કોરોનાથી બચવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરી રહ્યા છે. કારીગર માસ્ક, હેન્ડ ગ્લવઝ, ફેસ શીલ્ડ, યૂઝ એન્ડ થ્રો અપ્રેન પહેરીને કામ કરી રહ્યા છે. ગ્રાહકો પણ માસ્ક પહેરીને હેર કટ કરાવી રહ્યા ચે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકારે મંત્રીમંડળની બેઠક દરમિયાન રાજ્યમાં ફરીથી સલૂન અને જિમ ખોલવાની મંજૂરી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,59,133 પર પહોંચી છે. જેમાંથી 7273 લોકોના મોત થયા છે. જ્યારે 84,245 લોકો સાજા થઈ ગયા છે, રાજ્યમાં હાલ 67,615 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement